PM મોદીએ ટિ્વટર પર સાંભળી યૂઝરના મનની વાત
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી પોતાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે તેવું કોણ ન ઈચ્છતું હોય? ટિ્વટર પર આ જ રીતે એક યૂઝરે પોતાની મનની ઈચ્છા મિત્ર સમક્ષ રજુ કરી. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીએ પણ બધાને સરપ્રાઈઝ આપતા ડેક્સ્ટ્રો નામના એકાઉન્ટવાળા યૂઝરને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તેના મનની વાત સાંભળી પણ લીધી. આ રસપ્રદ કિસ્સો ચારેબાજુ ચર્ચાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે ડેક્સ્ટ્રો નામના ટિ્વટર એકાઉન્ટવાળા યૂઝરને એક અન્ય ટિ્વટર યૂઝર અજીત તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી.
આ યૂઝરે લખ્યું કે આભાર અજીત, પરંતુ ડેક્સ્ટ્રોદિવસ પર પ્લીઝ પીએમને કહો કે તેઓ જન્મદિવસની શુભેચ્છા પાઠવે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેક્સ્ટ્રોની ટિ્વટ પર રીટ્વીટ કર્યું અને તેમણે લખ્યું કે જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ…કે પછી તમે જેમ કહો છો ડેકસ્ટ્રોદિવસની શુભેચ્છાઓ…આવનારું વર્ષ તમારા માટે શુભ રહે.’
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવ્યા બાદ ડેકસ્ટ્રો નામનો આ યૂઝર તો આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે લખ્યું કે ‘ઓહ માય ગોડ!!!! થેંક્યુ સો મચ સર’. પ્રધાનમંત્રીની ટિ્વટર પર આ સક્રિયતા એવા સમયે જાેવા મળી કે જ્યારે બુધવારે કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલું મંત્રીમંડળ વિસ્તરણ હશે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ના મે મહિનામાં ૫૭ મંત્રીઓ સાથે બીજાે કાર્યકાળ શરૂ કર્યો હતો.