PM મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું
નવી દિલ્હી : ભારતીય વાયુસેના (Indian Air Force) માટે ઐતિહાસિક ક્ષણો સાથે બુધવારે પાંચ રાફેલ લડાકૂ વિમાને (Rafale Fighter Jet) ભારતમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ રાફેલ લેન્ડિંગનો વીડિયો શેર કરતાની સાથે સાથે અનોખા અંદાજમાં લડાકૂ વિમાનોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કર્યું કે, राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्, राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्.. स्वागतम्! નોંધનીય છે કે ફ્રાંસ (France) પાસેથી ખરીદવામાં આવેલા આ વિમાનોએ હરિયાણા (Haryana)ના અંબાલા એરબેઝ ખાતે લેન્ડિંગ કર્યું હતું. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air Chief Marshal RKS Bhadauriya) એ પાંચેય વિમાનનું સ્વાગત કર્યું હતું.
જ્યારે ગૃહમંત્રી અમિત શાહે રાફેલ વિમાનનો વીડિયો શેર કરતા લખ્યું કે, “ગતિથી લઈને હથિયારની ક્ષમતા સુધી, રાફેલ ખૂબ આધુનિક છે! મને વિશ્વાસ છે કે આ વિશ્વ સ્તરનું ફાઇટર જેટ ગેમે ચેન્જર સાબિત થશે. હું આ મહત્ત્વના દિવસે પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ભારતીય વાયુસેના અને આખા દેશને અભિનંદન આપવું છું. #RafaleInIndia”