PM મોદીના ગુજરાતના અનુભવોના આધારે બજેટ તૈયાર કરાયુંઃ નાણામંત્રી
નવીદિલ્હી: નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ૧૯૯૧માં પછી લાઇસેંસ અને કોટા રાજ જઇ રહ્યું હતુ આ દરમિયાન ગુજરાતમાં કેટલાક કામ થઇ રહ્યાં હતા અને તેના અનુભવના આધારે પોતાના રિફોર્મ્સને આ બજેટમાં સામેલ કરવામાં આવ્યું
ર્નિમલા સીતારમણે બજેટ પર ચર્ચાની શરુઆત કરતા કહ્યું કે આ બજેટ નીતિઓ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થાને ખોલી અનેક સુધારા કર્યા. ભાજપે સતત ભારત, ભારતીય વ્યવસાય અર્થવ્યવસ્થાની મજબૂતી પર વિશ્વાસ કર્યો. આ જનસંઘથી લઈને તમામ સુધી ચાલ્યો. ભારતીય ઉદ્ધમ જે સન્માનના હકદાર છે તેમને તે આપ્યો. ર્નિમલાએ કહ્યું કે બજેટ ભાષણમાં મે બહું સ્પષ્ટ રુપથી કહ્યું છે કે અમે સ્વાસ્થ્ય માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ લઈ રહ્યા છીએ. મહામારીની સ્થિતિમાં સરકારને આ દેશમાં ર્દિઘકાલિક વિકાસને બનાવી રાખવા માટે જરુરી સુધારા પર ર્નિણય લેતા ન કરી શકાય.
લોકસભામાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપનાર છે. સીતારમણે કહ્યું કે મહામારી હોવા છતા દેશ આર્ત્મનિભર બનશે. નાણા મંત્રી એ કહ્યું કે બજેટમાં જે રિફોર્મ્સનું પ્રાવધાન કરવામાં આવ્યું તેના કારણે ભારતનું દુનિયાની ટોપ ઇકોનોમી બનવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો. જેનાથી દેશના દરેક નાગરિકની આકાંક્ષાઓ પૂરી કરી શકાય. સરકારને દેશના યુવાનો પર પૂરો ભરોસો છે.
તેમણે કહ્યું ૨૦૧૩-૧૪માં રાજસ્વ હેઠળ ૧,૧૬,૯૩૧ કરોડ રુપિયા પૂજી હેઠળ, ૮૬૭૪૧ કરોડ, ૪૪, ૫૦૦ કરોડ રુપિયા પેન્શન હેઠળ ફાળવવામાં આવ્યા હતા. હવે રાજસ્વ ૨,૦૯,૩૧૯ કરોડ પૂંજી હેઠળ ૧૧૩૭૩૪ કરોડ પેન્શન હેઠળ ૧,૩૩,૮૨૫ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
નિર્માલાએ કહ્યું કે સવાલ હતો કે તમે ખેતીના બજેટમાં ૧૦ હજાર કરોડ કેમ ઓછા કર્યા? તમને ખેડૂતોની ચિંતા નથી? આને યોગ્ય રીતે નથી સમજાવવામાં આવ્યું કેમ કે પીએમ કિસાન સન્માન યોજના શરુ થવાથી લઈને ૧૦.૭૫ કરોડ ખેડૂતોને બેંક ખાતામાં ૧.૧૫ લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસને નિશાન સાધ્યું. ર્નિમલાના જવાબમાં જમાઈ શબ્દ ગૂંજ્યો.