PM મોદીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા 6 કરોડે પહોંચી
નવી દિલ્હી, સોશ્યલ મીડિયા સાઈટસ ટ્વિટર પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડ પર પહોંચી ગઈ છે. ટ્વિટર પર મોદી હાલમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા ભારતીય નેતા છે.2009માં પીએમ મોદીએ ટ્વિટર પર એન્ટ્રી કરી ત્યારે તેઓ ગુજરાતના સીએમ હતા.હવે માત્ર 12 કરોડ ફોલોઅર્સ સાથે બરાક ઓબામા અને 8.3 કરોડ ફોલોઅર્સ સાથે હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ પીએમ મોદી કરતા આગળ છે.
ટ્વિટરનુ નામ કોઈએ નહોતુ સાંભળ્યુ ત્યારથી પીએમ મોદી તેના પર સક્રિય થઈ ગયા હતા.તેમની લોકપ્રિયતામાં સોશ્યલ મીડિયાનો એમ પણ બહુ મોટો ફાળો રહ્યો છે. 2016માં તેમને ટ્વિટર પર 2.2 કરોડ લોકો ફોલો કરતા હતા.તેમણે આ જ વર્ષે બોલીવૂડ સ્ટાર અમિતાભને પછાડીને ટ્વિટર પર પહેલુ સ્થાન મેળવ્યુ હતુ. પીએમ મોદી પોતે 2354 લોકોને ફોલો કરે છે.