PM મોદીના પ્રવાસ પહેલા કુલ્લુ પહોંચેલા 17 સરકારી કર્મી કોરોના પોઝિટીવ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં મનાલી સ્થિત અટલ ટનલ રોહતાંગ માટે પીએમ નરેન્દ્ર મોદી ત્રણ ઓક્ટોબરે ત્યાં પહોંચશે. પરંતુ આ પહેલા કાર્યક્રમની તૈયારીને લઈને 17 સરકારી કોરોના પોઝિટિવ આવ્યાં છે. જાણકારી પ્રમાણે આ સંક્રમિતોમાં 3 પોલીસના જવાનો, 1 સીઆઈડીનો જવાન, 2 પર્યટન વિભાગના કર્મચારી, 11 સચિવાલયથી આવેલા ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. તેની તપાસ કરતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પીએમના કાર્યક્રમમાં હાજર રહેવા માટે કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે તમામે કોરોના ટેસ્ટ અનિવાર્ય કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ પીએમના કાર્યક્રમમાં ડ્યુટીમાં હાજર રહેનારા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સીએમઓ કુલ્લુ ડોક્ટર સુશીલ ચંદ્ર શર્માએ પુષ્ટી કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ સરકારના દિશા અને નિર્દેશ ઉપર પ્રશાસનમાં લિસ્ટ પ્રમાણે કોરોના સેમ્પલોને લઈને તપાસ કરવામાં આવી રહી છે.