Western Times News

Gujarati News

PM મોદી મિત્રતા મજબૂત કરવા ભુતાન પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સવારે બે દિવસીય મુલાકાતે ભૂટાન (Bhutan) પહોંચ્યા હતા. વડા પ્રધાનની ભૂટાનની આ બીજી મુલાકાત છે અને તે ફરીથી વડા પ્રધાન બન્યા પછીની આ પહેલી મુલાકાત છે. ભૂટાનના વડા પ્રધાન લોટ્ટે શિરિંગે એરપોર્ટ  (Airport) પર મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પહોંચતાં જ સલામી આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-ભુતાનના સંબંધો સહિતના સામાન્ય હિતને લગતા વિષયો પર વિસ્તૃત ચર્ચા થશે.

તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગેલ વાંગચુક અને ભૂટાનના ચોથા કિંગ જીગ્મે સિગ્યે વાંગચુકને મળશે. તેઓ તેમના ભુતાનના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરશે. મોદી આ મુલાકાતમાં ભુતાનની પ્રતિષ્ઠિત ‘રોયલ યુનિવર્સિટી’ ના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે.

આ અગાઉ પીએમ મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભૂટાનની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાને સમયની કસોટી પર  રાખવા અને સમૃદ્ધ ભવિષ્ય માટે મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારના વર્તમાન કાર્યકાળની શરૂઆતમાં, આ મુલાકાત બતાવે છે કે ‘આપણા વિશ્વાસુ મિત્ર અને પાડોશી’ ભૂટાન સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે.

પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારત અને ભૂટાન વચ્ચે ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો છે અને આપણી વિસ્તૃત વિકાસ ભાગીદારી, બંને દેશો માટે ફાયદાકારક જળવિદ્યાનો સહયોગ અને મજબૂત વેપાર અને આર્થિક સંબંધો આનાં ઉદાહરણો છે. અમારી વહેંચેલી આધ્યાત્મિક ધરોહર અને લોકો વચ્ચેના મજબુત પારસ્પરિક સંબંધો તેને વધુ મજબૂત બનાવે છે. ‘

મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે મારી મુલાકાત આપણી મિત્રતાને પ્રોત્સાહન આપશે, અને બંને દેશોના લોકોની પ્રગતિ અને સમૃદ્ધ ભવિષ્યને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ભારત-ભૂટાન ભાગીદારી એ ભારતના ‘પાડોશી પહેલા’ નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.