PM મોદી 17 જુલાઇએ UNને સંબોધિત કરશે

દુનિયાભરના દેશ કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ઘ લડી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઇના રોજ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ પર ભારતને સુરક્ષા પરિષદમાં જીત મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું ભાષણ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિના કહેવા મુજબ વડાપ્રધાન મોદી 17 જુલાઇએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ECOSOCના ઉચ્ચ સ્તરીય ખંડના વેલિડિક્ટરીમાં મુખ્ય ભાષણ આપશે. સુરક્ષા પરિષદમાં ભારતને બે વર્ષ માટે અસ્થાયી સદસ્યતા મળી છે. આ સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા ભારતને મોટું સમર્થન પુરુ પાડવા માટે પીએમ મોદીએ તેમને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા સમેત વિભન્ન મુદ્દા પર સદસ્ય દેશોની સાથે મળીને કામ કરશે.