ઉનાળાની રજાઓનો સદુપયોગ કરવા PM મોદીની બાળકોને શીખ

મન કી બાતના ૧૨૦મા એપિસોડ દ્વારા વડાપ્રધાને લોકો સાથે વાતચીત કરી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત ના ૧૨૦મા એપિસોડમાં લોકો સાથે સંવાદ કર્યો. આ અવસરે તેમણે અનેક વિષયો પર વિસ્તૃત વાત કરી. મોદીએ કહ્યું, ‘આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજે ભારતીય નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થઈ રહ્યું છે. મારા સામે ઘણી બધી ચિઠ્ઠીઓ છે.
જેમાં લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં આજે અને આગામી કેટલાક દિવસોમાં નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ બધા સંદેશા નવા વર્ષની શુભેચ્છાઓના છે. ૧૩ થી ૧૫ એપ્રિલ વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં તહેવારોની ધૂમ જોવા મળશે. એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે. હું દેશના લોકોને આ તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.’
તેમણે કહ્યું, જ્યારે પરીક્ષા આવે છે, ત્યારે હું પરીક્ષા પર ચર્ચા કરું છું. હવે પરીક્ષા શરૂ થઈ ગઈ છે, હવે ઉનાળાની રજાઓનો સમય આવવાનો છે. બાળકો તેની ઉત્સુક્તાથી ખૂબ જ રાહ જોતાં હોય છે. ઉનાળાના દિવસો લાંબા હોય છે. તેમાં બાળકો પાસે કરવા માટે ઘણું બધું હોય છે. આ સમય કોઈ નવી હોબી શીખવાનો છે. આજે એવા પ્લેટફોર્મની કમી નથી, જ્યાં તેઓ ઘણું બધું શીખી શકે છે.
આ રજાઓમાં સેવા કાર્યો સાથે જોડાવાનો અવસર છે. મારો ખાસ આગ્રહ છે કે જો કોઈ સંસ્થા આવી પ્રવૃત્તિઓ કરાવી રહી હોય તો ઈંસ્અૐર્ઙ્મૈઙ્ઘટ્ઠઅ સાથે શેર કરો. આથી બાળકો અને તેમના માતાપિતાને પણ માહિતી મળશે. આજે હું આપને માય ભારતના ખાસ કેલેન્ડર વિશે વાત કરીશ, જે સમર વેકેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આના સ્ટડી ટૂરમાં તમે જાણી શકો છો કે આપણા જન ઔષધી કેન્દ્રો કેવી રીતે કામ કરે છે. તમે સરહદી ગામોમાં અનોખો અનુભવ મેળવી શકો છો. આંબેડકર જયંતી પર પદયાત્રામાં ભાગ લઈને તમે બંધારણના મૂલ્યો વિશે માહિતી ફેલાવી શકો છો. તમે તમારા અનુભવોને ઈંૐર્ઙ્મૈઙ્ઘટ્ઠઅસ્ીર્દ્બિૈજ સાથે શેર કરો. વડાપ્રધાન મોદીએ કહ્યું, ઉનાળાની ઋતુમાં પાણી બચાવવાનું અભિયાન પણ શરૂ થઈ જાય છે.
વિવિધ જગ્યાઓ પર વોટર હાર્વેસ્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે અલગ-અલગ સંસ્થાઓ કામ કરે છે. આ વખતે પણ કેચ ધ રેન અભિયાન માટે કમર કસી લેવામાં આવી છે. આ અભિયાન સરકારનું નહીં પરંતુ જનતાનું અભિયાન છે. પ્રયત્ન એ છે કે જે કુદરતી સંસાધનો આપણને મળ્યા છે, તે આગામી પેઢી સુધી પહોંચાડવા છે. આ અભિયાન હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા ભાગોમાં પાણીના સંરક્ષણના ઘણા રસપ્રદ કામ થયા છે.
હું તમને એક રસપ્રદ આંકડો આપું છું. છેલ્લા ૭-૮ વર્ષમાં નવા બનેલા ટેન્ક, અને તળાવથી પણ વધુ પાણીનું સંરક્ષણ થયું છે. તમે પણ સામુદાયિક સ્તરે આવા પ્રયત્નો સાથે જોડાઈ શકો છો. તમે હમણાંથી યોજના જરૂર બનાવો. શક્્ય હોય તો તમારા ઘરના આગળ માટલામાં ઠંડુ પાણી જરૂર રાખો. આ પુણ્ય કાર્ય કરીને તમને સારું લાગશે.
તેમણે કહ્યું, ‘કેટલાક દિવસો પહેલા સંપન્ન થયેલા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ખેલાડીઓએ પોતાની મહેનત અને પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા. આ વખતે પહેલા કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો. હું આવા ખેલાડીઓને તેમના શાનદાર પ્રયત્નો માટે અભિનંદન આપું છું. આ રમતો દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓએ ૧૮ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા, જેમાંથી ૧૨ તો મહિલાઓના નામે રહ્યા. હું આપણા દિવ્યાંગ સાથીઓને કહેવા માંગું છું કે તમારા પ્રયત્નો અમારે માટે પ્રેરણા છે.
આપણી સ્વદેશી રમતો હવે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ફેમસ રેપ્પર હનુમાનકાઇન્ડને તો તમે બધા જાણતા જ હશો. આજકાલ તેમનું નવું સોંગ “ઇેહ ૈંં ેંp” ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. તેમાં કલારિપયટ્ટુ, ગતકા અને થાંગ-તા જેવી આપણી પરંપરાગત માર્શલ આર્ટ્સને સામેલ કરવામાં આવી છે. દિલ્હીમાં એક ભવ્ય આયોજન લોકોએ ખૂબ પ્રેરણા આપી છે, ઉત્સાહથી ભર્યું છે.
અહીં એક ઇનોવેટિવ આઈડિયા તરીકે પહેલી વાર ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અલગ-અલગ ક્ષેત્રોના લગભગ ૨૫ હજાર લોકોએ ભાગ લીધો. આ બધાનો એક જ લક્ષ્ય હતો – ફિટ રહેવું અને ફિટનેસ વિશે જાગૃતિ ફેલાવવી.વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું,
આજે ટેક્સટાઇલ વેસ્ટ એક નવી પડકાર તરીકે સામે આવી છે. આજકાલ જૂના કપડાંને હટાવીને નવા કપડાં લેવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. જ્યારે આપણે જૂના કપડાં છોડીએ છીએ ત્યારે તે ટેક્સટાઇલ વેસ્ટ બને છે. માત્ર ૧% ટેક્સટાઇલ વેસ્ટને રિસાયકલ કરવામાં આવે છે.
ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે, જ્યાં સૌથી વધુ ટેક્સટાઇલ વેસ્ટ નીકળે છે. એટલે કે પડકાર આપણા સામે પણ ખૂબ મોટો છે. પરંતુ મને ખુશી છે કે આપણા દેશમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પ્રશંસનીય
પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘણા ભારતીય સ્ટાર્ટ-અપ્સે ટેક્સટાઇલ રિકવરી ફેસિલિટીઝ પર કામ શરૂ કર્યું છે. ઘણી એવી ટીમો છે, જે કચરો વિણનારા આપણા ભાઈ-બહેનોના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે. આ જૂના કપડાં અને જૂતા-ચપ્પલને રિસાયકલ કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રહ્યા છે.
તેમણે કહ્યું, યોગ દિવસમાં હવે ૧૦૦ દિવસથી પણ ઓછો સમય બાકી છે. જો તમે હજી સુધી તમારા જીવનમાં યોગને સામેલ નથી કર્યો તો હવે સામેલ કરી લો, હજી મોડું નથી થયું. હવે આ યોગ દિવસને એક વિશાળ સ્વરૂપ મળી ગયું છે. આ માનવતાને ભારત તરફથી એવો ભેટ છે, જે ભવિષ્યની પેઢી માટે કામ લાગશે.
વર્ષ ૨૦૨૫ના યોગ દિવસ માટે થીમ રાખવામાં આવી છે- યોગા- ફોર વન અર્થ, વન હેલ્થ. એટલે કે આપણે યોગ દ્વારા આખા વિશ્વને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરીશું. આજે મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદ અપનાવી રહ્યા છે. આજે ચિલીમાં આયુર્વેદ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.