Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર સ્વાગતઃ હિંમતનગર સાબર ડેરી ખાતે પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની   મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. 

આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે અને સેનાના સિનિયર અફસરો સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૨૮ જુલાઇના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ સાંજે ૪:૦૦ કલાકે
ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT- IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.