પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના-૨૦૨૫ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર

પ્રતિકાત્મક
ખેડા જિલ્લા રોજગાર કચેરી ખાતે ૩૧ માર્ચ સુધી પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે
જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ૩૧ માર્ચ સુધીમાં ખેડા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો
ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦ અગ્રણી કંપનીમાં શિક્ષિત ઉમેદવારો માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ. ટી.આઈ/ ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૩૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકે તેમ છે.
જે અંતર્ગત પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો જેમની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ સુધીની હોય તેવા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવવાં ઇચ્છતા હોય, તેઓએ જરૂરી ડોક્યુમેન્ટસ (શૈક્ષણિક પ્રમાણપત્રો/આધારકાર્ડ) સાથે લાવી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધી જીલ્લા રોજગાર વિનિમય કચેરી- ખેડા (નડીઆદ) બ્લોક “એ”, બીજો માળ, સરદાર પટેલ ભવન, નડીઆદ ખાતે રૂબરૂ કચેરી સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦ સુધીમાં આવી રજીસ્ટ્રેશન કરાવી શકશે.