Western Times News

Gujarati News

PM KISAN યોજનાના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા KCC અપાશે

તા.૨૪ એપ્રિલે દરેક ગામમાં યોજાનાર સ્પેશિયલ ગ્રામસભાને
સાંજે-૫.૦૦ કલાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી સંબોધશે

લુણાવાડા,મહીસાગર જિલ્લામાં PM KISAN યોજનાના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે. “किसान भागीदारी प्राथमिकता हमारी  (Kisan Bhagidari Prathmikta Hamari) અભિયાન અંતર્ગત તા.૨૪-૪-૨૦૨૨ થી તા.૧-૫-૨૦૨૨ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ અંગે મહીસાગર ખાતે કલેકટરશ્રી ડૉ.મનીષકુમારના અધ્યક્ષસ્થાને બેંક અને વિવિધ કચેરીઓના અધિકારીઓની બેઠક યોજાશે. જેમાં બેંક ઓફ બરોડ- લીડ બેંકના મેનેજરશ્રી મિનેષ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મહીસાગર જિલ્લામા KCC વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને અભિયાન સમયગાળા દરમિયાન KCC હેઠળ ખેડૂતોના મહત્તમ કવરેજની ખાતરી કરવી.  મહીસાગર જિલ્લામાં, PM કિસાન હેઠળ અત્યાર સુધીમાં ૧.૮૭ લાખ થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે, જેમાંથી માત્ર ૩૯૩૧૯ ખેડૂતોને KCC હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેના કારણે KCC કવરેજમાં મોટો તફાવત છે.  જિલ્લામાં એવા ખેડૂતોને આવરી લેવામાં આવશે.

PM KISAN યોજનાના જે લાભાર્થીઓએ લોન માટે કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લીધો ના હોય તેવા તમામ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જેના માટે તા.૨૪ એપ્રિલ, રવિવારના રોજ દરેક ગામમાં સ્પેશિયલ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ગ્રામસભાને સાંજે- ૫.૦૦ કલાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે.
કિસાન ક્રેડિટ કાર્ડની આ લોનનો લાભ ખાતાદીઠ મળશે.આ યોજનાનો લાભ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ મળવાપાત્ર છે.પાક ધિરાણમાં ૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ % રહેશે, જો આ લોનની ભરપાઈ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ % વ્યાજ કેન્દ્ર સરકાર(નાબાર્ડ) અને ૪ %  વ્યાજ રાજય સરકાર દ્વારા ભરપાઈ કરવામા આવશે.મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાયમાં રૂ. ૨ લાખ સુધીનું ધિરાણ માટે વ્યાજ ૭ % રહેશે (કુલ પાક ધિરાણ ૩ લાખ સુધી). જો આ લોનની ભરપાઈ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ % વ્યાજ કેન્દ્ર સરકાર(નાબાર્ડ) દ્વારા ભરપાઈ કરવામા આવશે.૩૬૫ દિવસની અંદર લોન ભરપાઈ કરવામાં નહીં આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.

કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લેવા માટે ૭/૧૨ ની નકલ અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને સત્વરે આપવામા આવશે. PM KISAN યોજનાના જે લાભાર્થીઓ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈ રહ્યા છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની શાખાનો સંપર્ક કરી શકે છે. PM KISAN યોજનાના લાભાર્થીઓની સાંખ્યા વધારે છે પરંતુ જાણકારીના આભાવે કિસાન ક્રેડિટ કાર્ડ લોનના લાભાર્થીઓની સાંખ્યા ઓછી છે જેથી બાકી રહેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નાબાર્ડના અધિકારીશ્રી અજીત ડિગે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું છે કે, PM KISAN યોજનાના લાભાર્થીઓને આ યોજનાનું ફોર્મ ભરવા માટે નજીકના સી.એસ.સી. સેન્ટર/ બેન્ક સખી/ બેન્ક શાખાનો સંપર્ક કરવાનો રહેશે. સામાજિક સુરક્ષા PMSBY/PMJJBY/APY/PMJDY અંતર્ગત તમામ  યોગ્ય લાભાર્થીઓને આવરી લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.