Western Times News

Gujarati News

PM કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો હવે ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં પી એમ કિસાન સન્માન નિધિ ના ખેડૂત લાભાર્થીઓના નામ આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક ડીટેલ માં ભારે વિસંગતતા સામે આવતા ભારત સરકારે ગુજરાતના કૃષિ વિભાગ ને ઊભી થયેલી વિસંગતતા ખૂબ જ ઝડપથી દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપી છે

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે કિસાન સન્માન નિધિ નો ૧૨ મો હપ્તો ચૂકવવામાં આવશે તે પહેલા જ ગુજરાતમાં અંદાજિત ૮ લાખ ખેડૂતો નો કોઈ હિસાબ મળતો નથી જેના કારણે દિલ્હીથી આ બાબતની તપાસ કરવામાં આવી હતી અને તમામ ખેડૂતોના કેવાયસી ની કામગીરી ઝડપથી પૂરી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ નો ૧૨ મો હપ્તો હવે ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે પરંતુ ગુજરાતની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં લાભાર્થીઓના ડેટા વેરિફિકેશન માં ભારે વિસંગતતા સામે આવતા રાજ્યનું કૃષિ વિભાગ દોડતું થઈ ગયું છે

ઉલ્લેખની છે કે આ કામગીરીમાં ગુજરાત દેશમાં સૌથી પાછળ હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ નો ૧૨ મો હપ્તો ઝડપથી મળી રહે તે માટે કવાયત શરૂ કરવામાં આવી હતી

પરંતુ ભારત સરકાર ના ધ્યાને આવ્યું છે કે ગુજરાતમાં એનઆઇસી દ્વારા લાભાર્થીઓના જે ડેટા મેચ કરવામાં આવી રહ્યા છે તેમાં ભારે વિસંગતતા સામે આવી છે જેમાં ખાસ કરીને ખેડૂતોના આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેન્ક ખાતા નંબર મિસ મેચ થતા હોવાનું તેમજ કેવાયસી ની પ્રક્રિયામાં પણ ગુજરાત મંથન ગતિથી ચાલતો હોવાનું ભારત સરકારના ધ્યાને આવ્યું છે પરિણામે કેન્દ્ર સરકારે રાજ્યના કૃષિ મંત્રી તેમના વિભાગને આ કામગીરી ખૂબ જ ઝડપથી પૂરી કરવાના સ્પષ્ટ આદેશ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.