Western Times News

Gujarati News

મિશન ચંદ્રયાન નવા ભારતની સ્પિરિટનું પ્રતિકઃ PM મોદી

Mann ki baat PM Modi (98)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો ૧૦૪મો એપિસોડ હતો ઃ આ દરમિયાન પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી ઃ પીએમ મોદીએ કહ્યું- ભારત જી-૨૦ માટે તૈયાર

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આજે ૨૭મી ઓગસ્ટે કાર્યક્રમનો ૧૦૪મો એપિસોડ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મિશન ચંદ્રયાન એ ન્યૂ ઈન્ડિયાની ભાવનાનું પ્રતિક છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી.

પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાનની સફળતા ઘણી મોટી છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. ચંદ્રયાનની સફળતાએ બતાવ્યું છે કે સફળતાના કેટલાક સૂર્ય ચંદ્ર પર પણ ઉગે છે. ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતિક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.

તેમણે કહ્યું કે આ મિશન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સીધી રીતે સામેલ થઈ છે. પીએમ મોદીએ કહ્યું, ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યાને પણ પડકાર આપી રહી છે. જ્યારે દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય છે તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમની કવિતા વાંચી હતી.

આસમાન મેં સિર ઉઠાકર, ઘને બાદલો કો ચીરકર, રોશની કા સંકલ્પ લે, અભી તો સૂરજ ઉગા હૈ, દ્રઢ નિશ્વય કે સાથે ચલકર, હર મુશ્કિલ કો પાર કર, ઘોર અંધેરે કો મિટાને, અભી તો સૂરજ ઉગા હૈ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સપ્ટેમ્બર મહિનો ભારતની ક્ષમતાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી જી-ર૦ લીડર્સ સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જી-ર૦ કોન્ફરન્સના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે.

પીએમ મોદીએ કહ્યું કે તેમની અધ્યક્ષતા દરમિયાન ભારતે જી-ર૦ને વધુ સમાવિષ્ટ ફોરમ બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર જ આફ્રિકન યુનિયન પણ જી-ર૦માં સામેલ થયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સુધી પહોંચ્યો.

પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા જ ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી. આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ ગેમ્સમાં રહ્યું છે. અમારા ખેલાડીઓએ કુલ ૨૬ મેડલ જીત્યા જેમાંથી ૧૧ ગોલ્ડ મેડલ હતા. તેમણે કહ્યું,

તમને જાણીને આનંદ થશે કે ૧૯૫૯થી આયોજિત વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં જીતેલા તમામ મેડલને ઉમેરવામાં આવે તો પણ આ સંખ્યા માત્ર ૧૮ પર પહોંચી જાય છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ઘણા દિવસોથી કાર્બન ક્રેડિટમાં ફસાયેલા છીએ અને કેટલાક લોકો કાર્બન ક્રેડિટનો આનંદ પણ લઈ રહ્યા છે.

હું ગ્રીન ક્રેડિટની વાત લઈને આવ્યો છું. પીએમ મોદીએ વિશ્વના વ્યાપારી નેતાઓને ગ્રીન ક્રેડિટ અભિયાનમાં જાેડાવા અપીલ કરી હતી. મોદીએ જી-ર૦ બિઝનેસ લીડર્સને પોતાના સંબોધનમાં કહ્યું કે આ વખતે ભારતમાં તહેવારોની સીઝન ૨૩ ઓગસ્ટથી શરૂ થઈ છે.

આ ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાનો ઉત્સવ છે. પીએમએ કહ્યું કે આપણે આપત્તિમાંથી શીખીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ભારતથી ખુશ છે. આજે ભારતમાં સૌથી વધુ યુવા પ્રતિભા છે. ભારત સાથેની તમારી મિત્રતા જેટલી મજબૂત હશે તેટલી જ બંનેને વધુ સમૃદ્ધિ મળશે. પીએમે કોરોના સમયગાળા દરમિયાન રસીની નિકાસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતે આખી દુનિયાના જીવ બચાવ્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાના સમયે વિશ્વને તેની જરૂર હતી ત્યારે ભારતે ૧૫૦થી વધુ દેશોમાં દવાઓ મોકલી હતી. તેમણે કહ્યું કે વિશ્વમાં કોરોનાની રસી મોકલીને તેમણે વિશ્વના લોકોનો જીવ બચાવ્યો. પીએમે કહ્યું કે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી વૈશ્વિક સપ્લાય ચેઇન કાર્યક્ષમ છે

ત્યાં સુધી કોઈ ચિંતા નથીપ શું આવી સપ્લાય ચેન તૂટી જાય ત્યારે તેને વધુ સારી કહી શકાય? જ્યારે વિશ્વને તેની સૌથી વધુ જરૂર હતી. આજે જ્યારે વિશ્વ આની સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારત જ આનો ઉકેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.