Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ચારે તરફ અટકળો

દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્ત્વપૂર્ણ ચર્ચા

(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાયા હતા. જોકે, તે નિર્ધારિત કાર્યક્રમ હોવાથી કમલમમાં યોજાનારી સભ્યપદ અભિયાનની બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.

દિલ્હી જવા પાછળનો હેતુ એ છે કે ભૂપેન્દ્ર પટેલ ખાસ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા ત્રણ પ્રેઝન્ટેશન આપશે અને વડાપ્રધાનને પણ મળશે. મુખ્યમંત્રીએ પીએમ સાથેની તેમની મુલાકાત વિશે ફેસબુક પર પોસ્ટ કર્યું અને લખ્યું કે આ મુલાકાત ખૂબ જ ઉત્સાહપૂર્ણ રહી.

કમલમમાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, કેટલાક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાજપના સભ્યપદ અભિયાનને લઈ એક તકલીફ એ પણ આવી છે કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં નેટવર્ક સમસ્યાઓ છે અને કેટલાક લોકો સાઇબર છેતરપિંડીના ડરે ઓટીપી આપતા નથી. તેથી ભાજપ આૅફલાઇન સભ્યપદ અભિયાન શરૂ કરશે, આ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ભાજપના ચાલી રહેલા સભ્યપદ અભિયાનમાં ગુજરાતમાં સ્થિતિ સારી ન હોવાની માહિતી મળી રહી છે, પરંતુ બે કરોડ સભ્યોની નોંધણીમાં કમી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બેઠકમાં સભ્યપદ અભિયાનમાં આવતા પડકારો અને અવરોધો અંગે ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્યોને આપવામાં આવેલા લક્ષ્યાંક મુજબ સભ્ય નોંધણીની પણ સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાતમાં તાજેતરમાં શરૂ થયેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીની સત્તા સંભાળ્યાના ૨૩ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીમાં વધુને વધુ લોકોએ ભાગ લેવો જોઈએ અને લોકો સરકારી યોજનાઓ અંતર્ગત વધુને વધુ માહિતી મેળવી શકે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

ટૂંક સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગશે, ત્યારે ભાજપની કામગીરીને ફરી ઐતિહાસિક બનાવવાની રણનીતિ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ચર્ચાઈ શકે છે. આવી સ્થિતિમાં કમલમમાં આજે મળનારી બેઠક મહત્વની બની રહે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.