જ્યારે ભાવનગરના ગાંઠિયાં યાદ કરું ત્યારે મને હરિસિંહ દાદા યાદ આવેઃ મોદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Bhavnagar7-1024x744.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.29 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
આયાત-નિકાસ માટે ગુજરાતનો દરિયા કિનારો મહત્ત્વનો: ધોલેરા SIR રોજગારીની નવી તકો ઉભી કરશે
ભાવનગર, ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે વિશાળ જનમેદનીનું અભિવાદન બાદ જાહેર સભાને સંબોધનમાં જણાવ્યું હતું કે,
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ભાવનગર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. https://t.co/tXu289K5Rl
— Gujarat Information (@InfoGujarat) September 29, 2022
ગુજરાતમાં ભાવનગર જિલ્લાના દરિયા કિનારા સહિત તમામ દરિયાઇ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે આગળ ધપી રહયો છે. ત્યારે આયાત નિકાસ માટે ગુજરાતનો દરિયાઇ વિસ્તાર મહત્ત્વનો બન્યો છે. આગામી સમયમાં સ્ક્રેપ પોલીસીનો લાભ અલંગ મળશે. ઉપરાંત ધોલેરા એસઆઇઆરમાં નવી રોજગારીની તકો ઉભી થશે.
ભાવનગરના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વેપાર ઉદ્યોગ માટે ઘો-ઘો ફેરીથી ઇંધણના બચાવ સાથે વ્યાપારને નવું પ્રોત્સાહન મળ્યું છે.
“જ્યારે ગાંઠિયાં યાદ કરું ત્યારે મને મારા હરિસિંહ દાદા યાદ આવે…” #વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/swQdTbRG3b
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022
3 લાખ લોકો ઘો-ઘો ફેરીનો લાભ લઇ રહયા છે. માછીમારો માટે ક્રેડિટ કાર્ડ સહિતની અનેક યોજનાથી માછીમારોને લાભ મળી રહયો છે. ગુજરાત સૌરાષ્ટ્રની ખેતીને સમૃદ્ધ બનાવવા સૌની યોજના મારફત અનેક જિલ્લાઓને પાણી પહોંચાડવામાં આવી રહયું છે.
અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર સાથે અતૂટ નાતો હોવાનું જણાવ્યું. ભાવનગરના પ્રસિદ્ધ ગાંઠીયા, પેંડા યાદ કરી જુના સ્મરણો યાદ કર્યા હતા. ભાવનગર ખાતેની જાહેર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.