પીએમ મોદીએ આપ્યો ‘પર્ફાેર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ એન્ડ ઈન્ફોર્મ’નો મંત્ર
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આગામી બજેટની યોજનાઓ અને ચાલી રહેલા પ્રોજેક્ટો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
પીએમ મોદીએ “પર્ફાેર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ” ના મંત્ર પર ભાર મૂક્યો અને સરકારની પારદર્શિતા અને ગતિ જાળવવાની ખાતરી આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં, આગામી બજેટ યોજનાઓ અને પહેલેથી જ ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે વિગતવાર રજૂઆત રજૂ કરવામાં આવી હતી.
બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મોદી સરકાર દ્વારા ૮૫ દિવસમાં લીધેલા ૭૩ નિર્ણયોની માહિતી આપી હતી. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય પર પણ મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી.
બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ૫ સપ્ટેમ્બરે જે યોજનાઓને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે તેમની ઉજવણી કરવામાં આવશે. તમામ મંત્રાલયો પ્રથમ ૧૦૦ દિવસમાં કરવામાં આવેલા ૧૦ મહત્વપૂર્ણ કાર્યાે વિશે માહિતી આપે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમના ૪૦ મિનિટના સંબોધનમાં “પર્ફાેર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ” મંત્રો પર ભાર મૂક્યો હતો.
તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના નિર્ણયો સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઝડપથી જણાવવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા ૧૦ વર્ષમાં અમારી સરકારે સખત મહેનત કરી છે અને સમયસર કામ પૂર્ણ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં પણ આ જ ગતિ ચાલુ રહેશે. અમારો ટ્રેક રેકોર્ડ છે કે અમે જે કહ્યું તે અમે કર્યું છે.
આ જનતા આ અમારા દ્વારા આપવામાં આવેલી ગેરંટી છે અને અમે તમારા ભરોસા પર તેને જાળવી રાખીશું.”પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ વિકાસ યાત્રાને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઘણી વિકાસ યોજનાઓ પહેલાથી જ ચાલી રહી છે.
પીએમે હળવાશભર્યા સ્વરમાં કહ્યું, “આ માત્ર એક નાનો ડોઝ છે, મને આશા છે કે દરેકને આ ઝડપી કામ કરવાની રીતની આદત પડી જશે.” વડાપ્રધાને એમ પણ કહ્યું કે સરકાર પાસે ૨૦૨૯ સુધીમાં દેશને આગળ લઈ જવાનો સ્પષ્ટ રોડમેપ છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની યોજના પણ છે.SS1MS