સત્તા સંભાળી ત્યારથી સતત કામ કરી રહ્યા છે PM મોદી, RTIમાં ખુલાસો

ફાઈલ
વડાપ્રધાન મોદીએ એક પણ દિવસની રજા લીધી નથી
નવી દિલ્હી, નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશની સત્તા સંભાળી ત્યારથી છેલ્લાં ૯ વર્ષમાં એક પણ દિવસની રજા લીધી નથી. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં સરકારે આ વાત જણાવી છે. માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન દરેક સમયે ડ્યૂટી પર રહે છે.
પુણેના આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રફુલ સારડાએ પીએમઓમાં આરટીઆઈકરીને આ માહિતી માંગી હતી. આરટીઆઈનો જવાબ પીએમઓના અન્ડર સેક્રેટરી પરવેશ કુમારે આપ્યો હતો. તે સંબંધિત મંત્રાલયના ચીફ પિંક ઇન્ફર્મેશન ઓફિસર છે જે આરટીઆઈ પ્રશ્નોના જવાબ આપે છે. આસામના સીએમ હેમંતા બિસ્વા સરમાએ ટ્વીટર પર જવાબ શેર કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું #MyPmMyPride.
ગયા વર્ષે મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો હતો કે પીએમ મોદી માત્ર બે કલાક સૂવે છે. ૨૦૧૬માં આવી જ એક RTIનો પણ આવો જ જવાબ મળ્યો હતો. તે સમયે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે દેશના વડાપ્રધાન અને કેબિનેટ સચિવાલય પાસેથી રજાના નિયમો અને પ્રક્રિયાઓની નકલ માંગી હતી. પીએમઓએ જવાબમાં કહ્યું હતું કે વડાપ્રધાનને દરેક સમયે ડ્યૂટી પર હોવાનું કહી શકાય છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં જણાવ્યું હતું કે પીએમ કેવી રીતે કામ કરે છે. બેંગકોકમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે આ સમયે પીએમ મોદી જેવા વ્યક્તિ સાથે દેશ ખૂબ ભાગ્યશાળી છે. અને હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તેઓ આજના પીએમ છે અને હું તેમની કેબિનેટનો સભ્ય છું.