એ દિવસ દૂર નથી જ્યારે દહેગામ કલોલ અને ગાંધીનગરનો ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધિને દોડાવનારું મોટું કેન્દ્ર બનશે
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુર તેમજ મોડાસામાં જનસભાઓ સંબોધી હતી. ત્યારબાદ મોદી દહેગામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમલને મોકલવું પડશે’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું અહીં દહેગામની પ્રજાને અભિનંદન આપવા આવ્યો છું. બપોરના સમયે આટલી મોટી સંખ્યામાં તમામ લોકોએ ઉપસ્થિત રહી વટ પાડી દીધો. આઝાદીના 75 વર્ષના અમૃતકાળમાં આ પહેલી ચૂંટણી છે. આ માત્ર પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી
આ સભા દરમિયાન મોદીએ મહત્વની વાત કરતા જણાવ્યું કે, દહેગામ અને ગાંધીનગર ટ્વિન સિટી હશે. એટલું જ નહીં ગિફ્ટ સિટીમાં જે રોકાણ કરવા આવશે, તેઓ દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. દેશભરમાં કલોલ, દહેગામ, ગાંધીનગર વિકાસના નામે ઓળખાશે.
એ દિવસ દૂર નથી જ્યારે દહેગામ કલોલ અને ગાંધીનગરનો ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધિને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે. #આવશે_તો_ભાજપ_જ pic.twitter.com/qN4hB5FiFC
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 24, 2022
તેમણે ગાંધીનગરના વિકાસની વાત કરી કહ્યું કે, અહીં ગામડુ અને શહેર બંનેમાં સરખો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, આ વાત યાદ રાખજો કે, એ દિવસ દૂર નથી, જ્યારે ગાંધીનગર, દહેગામ, કલોલ ટ્વિન સિટી હશે. આગામી સમયમાં આ ત્રણેય જિલ્લાઓ આખા રાજ્યની આર્થિક કામગીરીને દોડાવનારું મુખ્ય કેન્દ્ર બનશે.
પણ આગામી 25 વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે તે માટેની ચૂંટણી છે. તમામ સમૃદ્ધ દેશોના માપદંડોની આગળ ગુજરાત હોય તે માટે આપણે કામ કરવાનું છે. આજે ગુજરાતે જે 20 વર્ષમાં કરી બતાવ્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી મુખ્ય રાજ્ય તરીકે આગળ વધ્યું છે.
હું જ્યારે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે વીજળી માટે માંગ કરાઈ હતી. આજે 24 કલાક વીજળી જોવા મળી રહી છે. અમારી સરકારે ઘરે ઘરે નળથી જળ અને સિંચાઈ માટે પાણી પહોંચાડી રહી છે. સુજલામ સુફલામ સિવાય દેશભરમાં અમૃત સરોવર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે.