Western Times News

Gujarati News

૪૭ વર્ષ પહેલા આ દિવસે કટોકટી લાદી લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

પીએમ નરેન્દ્ર મોદીનું જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન-ભારત લોકશાહીની જનનીઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) મ્યુનિક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે છે. પીએમ મોદી જર્મનીના મ્યુનિખમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએમ મોદીએ જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતના વિકાસની વાત કરી ભારતીય લોકોના જુસ્સાની વાત કરી.

પીએમ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉમટ્યા હતા. તેમણે કહ્યું કે, જર્મનીમાં એકતા અને બંધુતાના દર્શન થયા છે. ભારતના લોકોનો જાેશ અમારી તાકાત છે. હું ૨૦૧૫માં જર્મની આવ્યો હતો, અને હવે ફરી આવ્યો. હવે ભારત ઘણુ બદલાઈ ગયું છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે. લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં છે. ભારત વિકાસ માટે હંમેશા તત્પર, તૈયાર અને અધીર છે. તેમણે ભારત અને ભારતીયના વખાણ કરતા કહ્યું કે, ભારત હવે આધુનિક રેલવે કોચ બનાવી રહ્યું છે. ભારતમાં દર મહિને ૫૦૦ પેટન્સ ફાઈલ થાય છે. હાલમાં ભારતનો દરેક નાદરીક બેન્કીંગ સાથે જાેડાયેલો છે. ભારતીયો ડિઝિટલ બની રહ્યા છે, ૧૫ લાખ લોકો ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના કાળની પરિસ્થિતિમાં ભારતે પરિસ્થિતિ પર ઝડપી કાબુ મેળવ્યો. વસ્તી વધારે હોવા છતા ભારતે તકેદારી રાખી અને આરોગ્ય કર્મીઓએ જાેશથી કામ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. કોરોના કાળમાં ભારતે ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ આપ્યું, કોવિન પોર્ટલ પર ૧૧૦ લોકો રજિસ્ટર થયા. તો આરોગ્ય સેતૂ પર ૨૨ કરોડ લોકો જાેડાયેલા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ૪૮માં શિખર સમ્મેલનમાં ભાગ લેવા જર્મની પહોંચી ગયા છે જ્યાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પીએમ મોદી મ્યુનિખમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે.

મોદીએ ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને પોતાનું સંબોધન શરૂ કર્યું. લોકશાહી જે આપણું ગૌરવ છે, લોકશાહી જે દરેક ભારતીયના ડીએનએમાં છે. ૪૭ વર્ષ પહેલા આ દિવસે લોકશાહીને બાનમાં લેવાનો, કટોકટી લાદી લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પીએમ મોદી જર્મની પહોંચ્યા. આજે ય્૭ના શિખર સમ્મેલનમાં ભાગે લેવા માટે બે દિવસીય યાત્રા પર જર્મની પહોંચ્યા હતા. મ્યુનીખ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. જર્મનીના ખાસ બેન્ડ દ્વારા ભારતનું રાષ્ટ્રગીત વગાડી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભારતીય રાજદૂતો અને જર્મનીના ભારતીય આગેવાનો મ્યુનીખ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પશ્ચિમી દેશો સાથે સંબંધો મજબૂત કરવા માટે શિખર સંમ્મેલનમાં વડાપ્રધાન મોદી ૧૨ દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે.

જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્જના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬-૨૭ જૂનના રોજ જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. રવિવારે સવારે પીએમ મોદી જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર પારંપરિક બેન્ડના ધૂન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીના સ્વાગતનો વીડિયો પીએમઓ ઇન્ડિયા દ્વારા ટિ્‌વટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિખર સંમેલનમાં યુક્રેન સંઘર્ષ, હિન્દ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જલવાયુ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર ચર્ચા થશે. વિદેશ સચિવ વિનય કાત્રાએ આ જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨૮ જૂને સંયુક્ત અરબ અમિરાતની યાત્રા પર જશે જ્યાં તે યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્વાનના નિધન પર વ્યક્તિગત રુપથી શ્રદ્ધાંજલિ આપશે. જી-૭ શિખર સંમેલનમાં યુક્રેનની બેઠક પર ભારતનું વલણ શું રહેશે તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય કાત્રાએ કહ્યું કે યુક્રેન સંકટ શરુ થયું ત્યારથી જ ભારતનું વલણ સ્પષ્ટ છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ વિરામ થવો જાેઈએ અને વાતચીત-ફૂટનીતિ દ્વારા સમસ્યાનું સમાધાન કરવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.