Western Times News

Gujarati News

કેદારનાથમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન બદ્રીનાથ ધામ જવા રવાના થયા

દેહરાદૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. તેઓ કેદારનાથ, બદ્રીનાથ અને માણામાં 3400 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમાં કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે અને ચીનની સરહદે આવેલા માના ક્ષેત્રમાં બે હાઇવે સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે.

19 અને 20 તારીખે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોની મુલાકાત લીધી હતી ત્યારબાદ અડાલજમાં સ્કુલ એક્સેલન્સનું લોકાર્પણ કર્યુ હતુ. પછી રાજકોટ, જામનગર, કેવડીયા અને વ્યારા ખાતે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દેશના છેલ્લા ગામ માનામાં તેઓ જાહેર સભા અને સંવાદ કરશે. ભોટિયા જાતિના લોકો સ્વાગત ગીત ગાશે, જ્યારે પૌના નૃત્ય પણ કરવામાં આવશે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે 2013ની દુર્ઘટના બાદ ધામમાં પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુનઃનિર્માણ કાર્ય વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.