મહાવિકાસ અઘાડીમાં ડ્રાઈવીંગ સીટ પર બેસવા માટે ઝઘડો: PM
ધૂલેમાં જાહેરસભાને સંબોધતા મોદીએ વિપક્ષો પર કર્યાં આકરા પ્રહાર
‘મહાવિકાસ અઘાડીની ગાડીમાં ન પૈડા, ન બ્રેક’ : મોદી
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.
પીએમ મોદીએ પહેલા તો સભામાં આવેલી જનતાનો આભાર માન્યો અને ત્યારબાદ મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે, ‘મહારાષ્ટ્ર પાસેથી મેં જ્યારે પણ કંઈ માગ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના લોકોએ દિલ ખોલીને મને આશીર્વાદ આપ્યા છે.
પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, ‘૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં હું તમારી વચ્ચે આવ્યો હતો. મેં તમારી પાસે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે આગ્રહ કર્યો હતો. તમે મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધૂલેની ધરતી પર આવ્યો છું. હું ધૂલેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું. ‘
પીએમ મોદીએ કહ્યું કે, ‘કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ અઘાડીની ગાડીમાં માત્ર ડ્રાઈવર સીટ માટે જ ઝઘડો છે. તેમની કારમાં ન તો પૈડુ છે કે ન તો બ્રેક છે. તે સત્તામાં આવીને વિકાસ ઠપ કરી દે છે. અમારી યોજનાઓને સ્ફછ સહન નથી કરી શકતી. પીએમ મોદીએ કહ્યું કે અમે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં છીએ. આગામી ૫ વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જઈશું. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે.’
પીએમ મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે, ‘અમને બધાને, ભાજપને, મહાયુતિને, મહાયુતિના દરેક ઉમેદવારને તમારા આશીર્વાદની જરૂર છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે છેલ્લા ૨.૫ વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસને જે ગતિ મળી છે તેને રોકીશું નહીં. મહાયુતિનું વચનનામું શાનદાર છે, મહાયુતિના સંકલ્પો પર ચર્ચા થઈ રહી છે.’
પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડીના લોકો મહિલાઓને અપશબ્દો કહે છે.
माँ महालक्ष्मी की धरती कोल्हापुर में उमड़ा यह जनसैलाब साफ बता रहा है कि सनातन विरोधी और भ्रष्टाचारी MVA का महाराष्ट्र से पूर्ण रूप से सफाया होने जा रहा है। इचलकरंजी (कोल्हापुर) के साथ पूरे महाराष्ट्र की जनता फिर से NDA को अपना समर्थन देकर प्रचंड बहुमत से विजयी बनाने जा रही है।… pic.twitter.com/TlW9JogmcJ
— Amit Shah (@AmitShah) November 8, 2024
મહારાષ્ટ્રની જનતા તેમને માફ ન કરે. તેઓ મહિલાઓને સશક્ત નથી થવા દેવા માગતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે સ્ફછના લોકો મહિલાઓને નીચી દેખાડે છે. તેઓ લાડલી બહેના યોજના બંધ કરી દેશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નક્કી કર્યું છે કે જો તેમને સત્તા મળશે તો તેઓ આ યોજનાને સૌથી પહેલા બંધ કરશે. આથી મહારાષ્ટ્રની દરેક મહિલાએ આ અઘાડી લોકોથી સાવધ રહેવું પડશે.
પીએમ મોદીએ ધુલેમાં જાહેર સભામાં કહ્યું કે વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી બહેનો અને દીકરીઓનું જીવન સરળ બનાવવું અને તેમને સશક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે આખો સમાજ ઝડપથી પ્રગતિ કરે છે. તેથી છેલ્લા ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટા નિર્ણયો લીધા છે.