પ્લેનમાંથી ઉતરતાં જ PM મોદી માટે SPGએ દરવાજો ખોલ્યો પણ..

પરંતુ PM મોદીએ કહ્યુ પહેલાં હું અધિકારીઓને મળી લઉં
પહેલગામ હુમલા બાદ સાઉદીની મુલાકાત ટૂંકાવીને PM મોદીએ એરપોર્ટ પર મિટીંગ કરી
“આ ફક્ત પ્રવાસીઓ પર હુમલો નથી, તે આપણી આજીવિકા અને આપણા પરિવારો પર હુમલો છે.” – પહેલગામના વેપારીઓ
આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીંઃ મોદી
(એજન્સી)દોહા, મોદીએ કહ્યું- હું પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને છોડવામાં આવશે નહીં. તેના ખરાબ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં. Immediately on his arrival from Soudi, PM Narendra Modi took a briefing meeting at the airport with NSA, EAM, FS to discuss the situation in view of the terror attack.
પહેલગામ ટેક્સી એસોસિએશનના પ્રમુખ ગુલઝાર અહમદ વાનીએ કહ્યું, “આ ફક્ત પ્રવાસીઓ પર હુમલો નથી, તે આપણી આજીવિકા અને આપણા પરિવારો પર હુમલો છે.”
પહલગામમાં ગુજરાતના 500 પ્રવાસીઓ હતા. જ્યારે અમદાવાદના રેસિડન્ટ કલેક્ટર ડી. આર. સાગરે કહ્યું કે, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં અમદાવાદના એક પણ નાગરિક ફસાયા નથી.
दिल्ली पहुंचते ही गंभीर चर्चा शुरू
SPG ने बैठने के लिए गाड़ी का दरवाजा खोला लेकिन पीएम ने मना करते हुए पहले अधिकारियों से चर्चा शुरू कर दी pic.twitter.com/wRAZshQBxC— Naveen kr Jindal (@naveenjindalbjp) April 23, 2025
સૂત્રો અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકી ઘટનામાં ટીઆરએફના તંજીમનો હાથ હોવાની આશંકા છે. પોલીસ અનુસાર પહેલગામના બૈસરન ઘાટીમાં ગોળીઓનો અવાજ સંભળાયો હતો. હુમલાખોરોએ બૈસરન ઘાસના મેદાનમાં ઘોડે સવારી કરતા પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આતંકવાદ સામેની અમારી લડાઈ મજબૂત નિર્ધાર સાથેની છે.
તે ક્યારેય અટકવાની નથી. નરેન્દ્ર મોદીએ અમિત શાહને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ સંપૂર્ણ વિગતોની જાણ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ સમગ્ર ઘટનાની ખૂબ જ નિંદા કરી છે. જમ્મુ કાશ્મીરના અનંતગામ જિલ્લામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયામાંથી મોટું નિવેદન આપ્યું હતું.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને કોઈ પણ સંજોગોમાં છોડાશે નહીં.
તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
હાલમાં પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમને પહેલગામ હુમલાની જેવી ખબર પડી કે તરત તેમણે અમિત શાહને ફોન કરીને તાબડતોબ જમ્મુ કાશ્મીર જવાનો નિર્દેશ આપ્યો હતો જે પછી શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા.
મોદીને તમે માથે ચડાવ્યા છે
ગોળીબારમાં બચી ગયેલી પુણેની ટૂરિસ્ટ આસાવરી જગદાળેએ કહ્યું હતું કે તેઓ ઘોડા પાસે હતાં ત્યારે બે લોકો આર્મીનો યુનિફોર્મ પહેરીને અમારી પાસે આવ્યા હતા. તેમાંના એકે મારા પિતાને અઝાન પઢવાનું કહ્યું હતું. અમે હિન્દુ છીએ એટલે પિતા અઝાન નહોતા પઢી શક્યા. અમે મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ અમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અમને બધાને ગોળીઓ વાગી હતી, પરંતુ જીવ બચી ગયા છે. ગોળીબાર કરનારા આતંકવાદીએ કહ્યું હતું કે અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે, મોદીને તમે માથા પર ચડાવ્યા છે.’
નામ-ધર્મ પૂછીને ગોળીઓ મારી
મહારાષ્ટ્રના પુણેના કર્વેનગરમાં રહેતા એક પરિવારના પાંચ લોકો પહલગામના મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતા સ્થળે કાશ્મીરી કપડાંમાં ફોટો પડાવતા હતા ત્યારે આર્મીના યુનિફોર્મમાં કેટલાક આતંકવાદી આવી પહોંચ્યા હતા. તેમણે બધાનાં નામ પૂછ્યાં હતાં. ટૂરિસ્ટ મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે
આતંકવાદી હુમલામાં કર્ણાટકના રહેવાસી છે. તેની પત્ની મંજુનાથનું મૃત્યુ થયું છે. પલ્લવીએ કહ્યું હતું કે ’હું, પતિ અને પુત્ર કાશ્મીર ફરવા આવ્યાં હતાં. બપોરે 1.30 વાગ્યે અમે પહલગામમાં હતાં ત્યારે ત્રણથી ચાર લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. તેમણે મારી નજર સામે પતિને ગોળી મારી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પતિને મારી નાખ્યા છે એટલે મને અને પુત્રને પણ ગોળી મારવાનું કહ્યું હતું ત્યારે એક આતંકવાદી બોલ્યો હતો, ‘હું તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે.’