PM મોદીએ કમલમમાં ચોકમાં કાર્યકરો સાથે હળવા મૂડમાં ચર્ચા કરી

ગુજરાતમાં મોદી અને અમિત શાહ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદીએ આજે ચાર જનસભાને સંબોધિત કરી હતી.
તેમજ બોટાદ ખાતે સભાને સંબોધિત કર્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીએમ મોદીએ કમલમમાં ચોકમાં કાર્યકરો સાથે હળવા મૂડમાં ચર્ચા કરી હતી.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.