કર્ણાટકમાં PM મોદીએ કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા
કર્ણાટકમાં વડાપ્રધાનનો સઘન ચૂંટણી પ્રચાર-કોંગ્રેસમાં નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ બોલવાની હિંમત નથીઃ વડાપ્રધાન
(એજન્સી) બેલાગવી, લોકસભાની આ વખતની ચૂંટણીમાં ૪૦૦ બેઠક પ્રાપ્ત કરવાના મિશન સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરેલી ભાજપ, ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. પાર્ટીના તમામ મોટા નેતાઓ આજકાલના દિવસોમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યો પર ઘણું વધારે ફોકસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે પીએમ નરેન્દ્ર મોદી ૨ દિવસના પ્રવાસે કર્ણાટક પહોંચ્યા હતા.
કર્ણાટકમાં પીએમ મોદી સૌથી પહેલા બેલાગવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સભાને સંબોધી હતી. આ દરમિયાન હંમેશાની જેમ પીએમ કોંગ્રેસને લઈને ખૂબ જ આક્રમક દેખાતા હતા. પોતાના સંબોધનમાં પીએમએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમએ કર્ણાટક રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર માત્ર તુષ્ટિકરણને પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. કોંગ્રેસને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે બેંગલુરુ કેફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને ગંભીરતાથી લીધો નથી.
પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારને આપણા રાજાઓ અને સમ્રાટોના યોગદાન યાદ નથી. તેમણે કહ્યું કે આ લોકો વોટ બેંકની રાજનીતિ માટે રાજાઓ અને બાદશાહો વિરુદ્ધ બોલે છે પરંતુ નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની તેમની હિંમત નથી. રાજકુમાર કહે છે કે, ભારતના રાજા મહારાજા ગરીબોની જમીન છીનવી લેતા હતા. કાંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી. જેણે આપણા સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે વોટ માટે ઁહ્લૈં નો ઉપયોગ કર્યો છે, જે આતંકવાદને આશ્રય આપનાર દેશ વિરોધી સંગઠન છે, જેના પર મોદી સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કોંગ્રેસ તે સંગઠનનો બચાવ કરી રહી છે જેથી તે વાયનાડ બેઠક જીતી શકે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ ઁહ્લૈં આતંકવાદી સંગઠનને માત્ર એક સીટ માટે બચાવી રહી છે.
પીએમે કહ્યું કે કોંગ્રેસ ઈવીએમના બહાને દેશને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે.
કોર્ટે આ તમામને જોરદાર ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને ખતમ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસના લોકો માનસિક રીતે અંગ્રેજીની ગુલામીમાં જીવી રહ્યા છે. કોંગ્રેસ દેશના હિતથી અત્યાર સુધી દૂર થઈ ગઈ છે અને પરિવારના હિતમાં ફસાઈ ગઈ છે.
આ સાથે પીએમ મોદીએ તેમની સરકારના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં જ્યાં પણ ગયા ત્યાં એક જ અવાજ સંભળાયો, ફરી એકવાર મોદી સરકાર. વડાપ્રધાને કહ્યું કે ભારત છેલ્લા ૧૦ વર્ષમાં શક્તિશાળી બન્યું છે. ભારત લોકશાહીની માતા તરીકે ઓળખાવા લાગ્યું છે. ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જ્યારે દેશ પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ખુશ થાય છે.
ભાજપના નેતા પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી કથિત ટિપ્પણીથી વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા વિવાદ થયો છે.