Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે ટૂંકી મુલાકાત કરી 

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ઉમેદવારો અને પાર્ટીઓ પ્રચારના પડઘમ શાંત થયા બાદ ડોર-ટુ-ડોર પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં સભાઓ, રેલીઓ અને રોડ શો ગજવીને પરત દિલ્હી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ ગાંધીનગર રવાના થયા હતા. રાયસણમાં માતા હીરાબા સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને તેમના આશિર્વાદ લીધા હતા. સોમવારે સવારે તેઓ મતદાન માટે રાણીપની નિશાન સ્કૂલમાં જશે.

મતદાન પહેલા પીએમ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ રાણીપથી કરશે. તેઓ દર વર્ષે અહીં મતદાન કરવા માટે પહોંચે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા એક મહિનામાં વારંવાર ગુજરાતના મહેમાન બન્યા છે આ દરમિયાન તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી હતી. હવે તેઓ અમદાવાદ મતદાન કરવા માટે આજે આવી રહ્યા છે ત્યારે તેઓ મતદાન પહેલા માતાના આશીર્વાદ લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પહેલા તબક્કામાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન થયું હતું હવે આવતીકાલે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન થશે જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં કુલ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે.

જેમાં થરાદ, પાટણ, સહિત વડોદરા અને અમદાવાદની બેઠકો પર ખરાખરીનો જંગ જાેવા મળશે. અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિત હાર્દિક પટેલનું ભાવીનો ર્નિણય જનતા મતદાન કરીને નક્કી કરશે. રાજ્યમાં બે તબક્કામાં થઈ રહેલા મતદાન બાદ ૮મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.