ભાવનગરથી આવેલી મહિલા આર્ટિસ્ટે PM મોદીને શું આપ્યું?

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ ; જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કચ્છની ખમીરવંતી ધરતી પર પધારેલા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી પ્રધાનમંત્રી ભુજથી અમદાવાદ આવ્યા હતા
અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો યોજાયેલો ભવ્ય રોડ શો-એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કરાયુંઃ રસ્તા ઉપર મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાત આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે કચ્છ તથા ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને લોકોને સંબોધન કર્યું હતું. ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ-શો યોજ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાનનો રોડ-શો ઈÂન્દરા બ્રિજ સુધી યોજાયો હતો. કચ્છમાં ભૂજ ખાતે કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન તેમના ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
વડાપ્રધાનના આગમન પહેલાં સમગ્ર માર્ગની એસપીજી અને પોલીસ દ્વારા સઘન તપાસ ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની ખુદ ગૃહ રાજ્યમંત્રીએ સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વડાપ્રધાનના રોડ-શોમાં માર્ગ ઉપર ર૦થી વધારે સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બ્રહ્મોશ મિસાઈલ તથા રાફેલના પોસ્ટરો ઠેર-ઠેર લગાડવામાં આવ્યા હતા.
કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ ; જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કચ્છની ખમીરવંતી ધરતી પર પધારેલા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી પ્રધાનમંત્રી
જીએ આજે ભુજ ખાતેથી કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન, માર્ગ-મકાન સહિત ‘વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાત’ની પરિકલ્પના સાકાર કરતા કુલ ₹53,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
રોડ-શોના માર્ગને ખાસ શણગારવામાં આવ્યો હતો. વડાપ્રધાન એરપોર્ટ પરથી ઉતરીને સીધા તેમની ગાડીમાં રોડ-શો માટે જોડાયા હતા. વડાપ્રધાનને નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો રોડ-શોના માર્ગો ઉપર ઉમટી પડયા હતા. લોકોના હાથમાં ત્રિરંગો હતો અને તેઓ ભારતીય સેનાનો જયજયકાર કરી રહ્યા હતા.
વડાપ્રધાન બે દિવસ માટે સવારે વડોદરા આવી પહોચ્યા હતા. જ્યાં તેમણે રોડ-શો યોજ્યો હતો. ત્યારબાદ દાહોદ અને ભૂજમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરીને પ્રજાને સંબોધન કર્યું હતું. ભૂજમાં યોજાયેલી સભામાં તેમણે કચ્છના લોકોને ખમીરવંતી જણાવી હતી. કચ્છનો ક અને ખમીરનો ખ તેમ તેમણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.
ભૂજમાં કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ખાસ કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શોના માર્ગ ઉપર ત્રિરંગો બ્રહ્મોશ મિસાઈલ અને રાફેલ ફાઈટર પ્લેનના ટેબલો મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદમાં આવેલા વાવાઝોડામાં કેટલાક ટેબલોને નુકસાન થયું હતું. પરંતુ વડાપ્રધાનના રોડ-શોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી તેનું યોગ્ય રીપેરીંગ કરીને ટેબલો ગોઠવી દીધા હતા.
અમદાવાદમાં પીએમના રોડ શો દરમિયાન બે લોકોને ડીહાઈડ્રેશનની અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરથી આવેલા એક મહિલા આર્ટિસ્ટે ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરેલું પેઈન્ટીંગ પીએમ મોદીને આપ્યું હતું. રોડ શોના રૂટ પર પીએમ મોદીના સ્ટાફ દ્વારા પેઈન્ટીંગ સ્વીકારી લેવાતા આર્ટિસ્ટે ખુશી વ્યકત કરી હતી.
વડાપ્રધાને તેમની ગાડીમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલયું હતું. એરપોર્ટ પરથી છેક ઈÂન્દરા બ્રિજ સુધી મોટી સંખ્યામાં લોકો વહેલી સાંજથી જ ઉમટી પડયા હતા જેના કારણે રસ્તાઓ પર માનવ કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. લોકો વડાપ્રધાન મોદીના આગમનને લઈને ભારે ઉત્સુક હતા. ખાસ કરીને પાકિસ્તાન સામેની ભારતની કાર્યવાહી પછી લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાકિસ્તાન સામેનું ઓપરેશન ગુજરાતની દીકરી કર્નલ સોફિયાએ સફળતાપૂર્વક પાર પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની દીકરીના આ કાર્યને પણ લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. લોકોમાં દિવસ દરમિયાન વડાપ્રધાનના આગમનનો મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૭ઃ૩૦ વાગ્યાની આસપાસ ભૂજથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રી સીઆર પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન એરપોર્ટ પરથી સીધા જ રોડ-શો માટે પહોચ્યા હતા.
વડાપ્રધાનના રોડ-શોમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. મહિલાઓના હાથમાં સિંદૂર હતું અને પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્યવાહી થઈ હતી. તેમાં બે મહિલા ઓફિસરની પ્રંશસનીય કામગીરી હતી.
મહિલાઓએ પોતાના માથામાં સિંદૂર પૂરીને પાકિસ્તાનને મારેલો તમાચો યાદ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદી અમદાવાદનો રોડ શો પતાવી સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા અને રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.