નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરી, રાત્રે GMDC ખાતે આરતીમાં ભાગ લેશે પ્રધાનમંત્રી
આજે 29-09-2022ના રોજ સવારે સુરતમાં ડ્રીમ સીટી ગેટનું ઉદ્ઘાટન કરી બપોરે ભાવનગર પહોંચશે, ત્યાંથી સાંજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરી રાત્રે GMDC ખાતે નવરાત્રી મહોત્સવની આરતીમાં ભાગ લેશે.
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર કરશે.
મેટ્રોને આવકારવા તૈયાર છે આપણું અમદાવાદ…
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી 30મી સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ કરશે. pic.twitter.com/IGC1ri1lOp
— BJP Gujarat (@BJP4Gujarat) September 28, 2022
આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજ પરંપરાને આગળ ધપાવતા ગરબાના માધ્યમ દ્વારા આપણી આ સમાજની સાંસ્કૃતિક વિરાસતનું દુનિયાને દર્શન કરાવી રહ્યા છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રી મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.
All decked up at #NarendraModi stadium 🏟️ for the opening ceremony of #36thNationalGames 🌿 pic.twitter.com/U551cLqbrN
— KD-National Games 22 🎥📱 (@oyeekd) September 28, 2022
કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. નવરાત્રીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યુ છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તારીખ 27 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં છેલ્લા નોરતે વિજેતા ઘોષિત કરવામાં આવશે.
રાજ્યના અન્ય શક્તિપીઠ ખાતે પણ નવરાત્રી મહોત્સવ-રાજ્યના શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, માઢેરા, ઉમિયા માતાજી મંદિર – ઉંઝા, બેચરાજી, માતાનો મઢ. ખોડિયાર માતાજી મંદિર જેવા પ્રસિધ્ધ તીર્થધામોમાં પણ એકીસાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
નવરાત્રી 2022માં ખાસ થીમ પેવેલિયનની સાથે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી અને નડાબેટ, દાંડિયા દ્વાર. દીયા અને ગરબીના થિમેટીક ગેટ્સ રાખવામાં આવ્યા છે. તો અન્ય થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગબ્બર અંબાજી 51 શક્તિપીઠ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ સેતુ, વર્લ્ડ હેરીટેડ સીટી અમદાવાદ, સ્વામી નારાયણ મંદિર, ચબુતરા ગાર્ડન, આર્ટ વોલ ઓફ વર્લ્ડ હેરીટેજ સીટી જોવા મળશે.