પ્રધાનમંત્રી મોદીએ શિંદેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી શું કહ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:” હું શ્રી @mieknathshindeજીને મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપવા માંગુ છું.
એક પાયાના સ્તરના નેતા, તેઓ તેમની સાથે સમૃદ્ધ રાજકીય, કાયદાકીય અને વહીવટી અનુભવ લાવ્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે કામ કરશે.”
પ્રધાનમંત્રીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“શ્રી @Dev_Fadnavisજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેઓ દરેક બીજેપી કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. તેમનો અનુભવ અને કુશળતા સરકાર માટે એક સંપત્તિ હશે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત કરશે.”
Maharashtra CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis hold the first cabinet meet of the state’s new Government, in Mumbai.