પ્રધાનમંત્રીએ ગાંધીનગરથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સવારે ગાંધીનગરથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. રેલવે પરિવારના લોકો, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનો સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો આ પ્રવાસમાં તેમના સહ-યાત્રીઓ છે.
પ્રધાનમંત્રી કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતરી ત્યાંથી મેટ્રો ટ્રેનમાં થલતેજ રવાના થયા હતા.
PM Shri @narendramodi flags off Vande Bharat Express at Gandhinagar Railway Station. https://t.co/vcqJX9C1HK
— BJP (@BJP4India) September 30, 2022
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.