પીએમ મોદી ૧૨મીએ યુએસ જશે ટ્રમ્પ ડિનરનું આયોજન કરશે
વોશિંગ્ટન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાનની યાત્રા દરમિયાન ટ્રમ્પ દ્વારા મોદી માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા પણ છે.
વડાપ્રધાન મોદી ળાન્સની યાત્રા સંપન્ન કર્યા પછી ૧૨ ફેબ્રુઆરીએ સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે તેવી આશા છે. એ ૧૪મી ફેબ્રુઆરી સુધી અમેરિકાની રાજધાનીમાં રહેશે.
આ દરમિયાન એ અમેરિકાના કોર્પાેરેટ અગ્રણીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. ગત સોમવારે પદગ્રહણ કર્યા પછી પહેલીવારની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવે તેવી શક્યતા છે.
એ ભારતીય નેતાની સાથે જલદી સંપર્કને લઈને ઉત્સક રહ્યા છે, તથા મોદી અને ટ્રમ્પની વચ્ચે વ્યક્તિગત સંબંધો પર ભરોસો રાખે છે, જેનાથી બંને દેશોની વચ્ચે મજબૂત સહયોગનો માર્ગ મોકળો થશે તથા સંભવિત મુશ્કેલ મુદ્દાઓના કારણે સંબંધોને નબળા થતા બચાવી શકાશે.SS1MS