PM મોદીના ભાઈ ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને કિડનીની બિમારીના કારણે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Chennai, Prime Minister Narendra modiના નાના ભાઈ પ્રહલાદ મોદીને કિડનીની બિમારીને કારણે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.વધુ વિગતો આપ્યા વિના, અયનમ્બક્કમની હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તેમની સ્થિતિ સ્થિર છે. PM Modi’s brother admitted to Apollo Hospital in Chennai for treatment
પ્રહલાદ મોદી, જેઓ ALL INDIA FAIR PRICE SHOP DEALERS’ FEDERATIONના ઉપાધ્યક્ષ પણ છે, તેમના પરિવાર સાથે આધ્યાત્મિક પ્રવાસ પર છે અને તેમણે મદુરાઈ મીનાક્ષી મંદિર, રામેશ્વરમ મંદિર અને કન્યાકુમારી દેવી મંદિરની મુલાકાત લીધી હતી.તેમની તબિયત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રહલાદ મોદીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેનમાંના પ્રહલાદ મોદી ચોથા નંબરે આવે છે.
પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને ટાયરનો શોરૂમ પણ છે.પીએમ મોદીને એક બહેન અને 4 ભાઈ છે. સોમાભાઈ મોદી, અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી અને બહેન વાસંતીબેન મોદી. સોમાભાઈ મોદી આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા પીએમના મોટા ભાઈ છે..
પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃત મોદી એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા, જે હવે નિવૃત્તિ થઇ ગયા છે.પીએમ મોદી તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. તે બાદ પ્રહલાદ મોદી ચોથા નંબરે આવે છે, જેમને હાલ સ્વાસ્થ્ય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંકજ મોદી પીએમ મોદીના સૌથી નાના ભાઈ છે.