આદિવાસી ક્ષેત્રના પાંચ જિલ્લાઓના 3050 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
નવસારી, શુક્રવાર તા. 10 જૂનના રોજ ગુજરાત ગૌરવ અભિયાનનો રાજ્યના આદિવાસી વિસ્તારોનાં પાંચ જિલ્લાઓથી પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખુડવેલ ખાતે
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ખૂડવેલ ખાતે આયોજિત ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં સહભાગી થતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #GujaratGauravAbhiyan https://t.co/VZaTevfYkf
— CMO Gujarat (@CMOGuj) June 10, 2022
એક જંગી આદિવાસી રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમે કદી રાજકીય આટાપાટામાં સમય બરબાદ કરનારા લોકો નથી. અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને નાગરિકોનું ભલુ કરવા માટે ચૂંટણી લડીએ છીએ અને લોકો જ અમને ચૂંટણી જીતાડે છે.
ગુજરાત ગૌરવ અભિયાનનો પ્રારંભ : અમે રાજકીય આટાપાટામાં સમય બરબાદ કરનારા નથી : સેવાના કામ માટે ચૂંટણી લડીએ છીએ અને લોકો અમને જીતાડે છે : વિશાળ આદિવાસી રેલીને વડાપ્રધાનનું સંબોધન
આદિવાસી ક્ષેત્રના પાંચ જિલ્લાઓ માટેની રૂા. 600 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી એસ્ટોલ પાણી પુરવઠા યોજના મારફત દૂર-દૂરના પહાડી વિસ્તારો સુધી ‘નલ સે જલ’ યોજનાને ખુલ્લી મુકતા વડાપ્રધાને કહ્યું હતું કે કેટલાક લોકો વિકાસને રાજકારણ સાથે જોવે છે અને ચૂંટણી આવી છે એટલે આ પ્રકારના લોકાર્પણ અને ભૂમિપૂજન થાય છે
આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ કદી થયો નહોતો : રાજ્યમાં 20 વર્ષના વિકાસને યશ આપતા વડાપ્રધાન : આદિવાસી ક્ષેત્ર સાથે જૂનો નાતો પણ યાદ કર્યો
તેવી ટીકા કરે છે પરંતુ અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ દેશના નાગરિકોનું ભલુ કરવા માટે જ અમે સત્તામાં રહેવાનું માનીએ છીએ.વિરોધીઓને ચેલેન્જ આપતા કહ્યું કે આપણે ત્યાં કોઇ પણ કામ કરો એટલે કેટલાક લોકો કહેવા લાગે છે કે ચૂંટણી આવી છે એટલે કામ થાય છે. અમારા કાર્યકાળમાં એક અઠવાડિયુ એવું શોધી કાઢો કે જ્યારે અમે કોઇને કોઇ વિકાસ કામને પ્રારંભ કર્યો ન હોય.
નવસારીના ખુડવેલમાં એસ્ટોલ પાણી પુરવઠા યોજનાને ખુલ્લી મુકી : નવસારીમાં રૂા. 500 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલનું લોકાર્પણ : અમદાવાદ આવીને ઈસરોમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટરનું પણ ઉદ્દઘાટન કરશે વડાપ્રધાન
મને સરકારની અંદર 22-23 વર્ષ થઇ ગયા છે અને ભૂતકાળમાં અહીંના વિસ્તારના જ એક એવા મુખ્યમંત્રી હતા કે જેણે પોતાના ગામમાં પણ પાણીની ટાંકી લગાવી ન હતી. વડાપ્રધાનના આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની આ રેલીમાં અંદાજે 3 લાખથી વધુ આદિવાસીઓ ઉમટ્યા હતા.
વડાપ્રધાને નવસારી રેલીમાં જામનગરને યાદ કર્યું : પાણીની ટાંકીનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી કરતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે ગુજરાતમાં એક સમયે આદિવાસી વિસ્તારનાં જ મુખ્યમંત્રી હતા જેઓ પોતાના વતન ગામમાં પણ પાણીની ટાંકી બનાવી શક્યા ન હતા અને ત્યાં વર્ષો સુધી હેન્ડ પંપથી પાણી મળતું હતું.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસ અને મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન. જિલ્લો: નવસારી https://t.co/23grnDJ2p4
— CMO Gujarat (@CMOGuj) June 10, 2022
જ્યારે આજની અમારી યોજનાથી હવે દરેક આદિવાસી ઘરોમાં નળથી પાણી ઉપલબ્ધ થઇ શકશે. વડાપ્રધાને આ ઉપરાંત તેમના સંબોધનમાં જામનગરને યાદ કર્યા હતા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓના નામ લીધા વગર જણાવ્યું કે એક સમયે એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્દઘાટન કર્યું હતું અને તેમના વિકાસની પ્રશંસા કરી હતી.
નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ નવનિર્મિત નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. pic.twitter.com/lzQXyK0Z8w
— BJP Gujarat (@BJP4Gujarat) June 10, 2022