ગોધરાકાંડ પછીના તોફાનોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ
(પ્રતિનિધિ) ગાંધીનગર:વર્ષ ર૦૦રમાં ગોધરા નજીક સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના એસ-૬ ડબામાં પ્રવાસ કરી રહેલા કાર સેવકોને જીવતા સળગાવી દીધા બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોની તપાસ કરવા માટે જસ્ટીસ નાણાંવટી પંચ અને જસ્ટીસ શાહ પંચની નિમણુંક કરવામાં આવી હતી આ પંચનો પ્રથમ રિપોર્ટ અગાઉ વિધાનસભામાં રજુ કરી દેવાયો હતો જયારે તેનો બીજા ભાગ આજે રજુ કરવામાં આવ્યો હતો. ર૭મી ફેબ્રુઆરીના રોજ બનેલી ગોધરાકાંડની ઘટના બાદ આ કમિશનની નિમણુંક કરવામાં આવી હતી
ઘટનાના ૧૭ વર્ષ બાદ તપાસ પંચોએ તેનો વિસ્તૃત અહેવાલ બનાવ્યો હતો જેનો બીજા ભાગ આજે રજુ કરવામાં આવતા જ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ અહેવાલમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા તે વખતના મંત્રી મંડળના તમામ સભ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. તોફાનોમાં મુખ્યમંત્રી તથા મંત્રી મંડળના સભ્યો પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે સદંતર ખોટા સાબિત થયા છે. ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં સરકારની કોઈ ભુમિકા હતી નહી.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ અહેવાલના પગલે વિપક્ષોએ જે ખોટા આક્ષેપો કર્યાં હતા તે ખોટા જ સાબિત થયા છે. વિધાનસભામાં રજુ થયેલા અહેવાલની કોપીઓ મોકલી આપવામાં આવી છે.