Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદી લતા મંગેશકરને યાદ કરતા ભાવુક થયા

મોદી પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત  -મોદીએ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી

મુંબઈ,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા છે. PM Narendra Modi conferred with the first Lata Deenanath Mangeshkar Award for exemplary contribution towards nation building in Mumbai on Sunday.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સંગીત, સાધના અને ભાવના પણ છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ લતા મંગેશકરને યાદ કરતા ભાવુક થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપનાર લતા દીદી તરફથી હંમેશા એક મોટી બહેન જેવો અપાર પ્રેમ મળ્યો છે. આનાથી મોટું સૌભાગ્ય બીજુ શું હોઈ શકે છે. ઘણા દાયકાઓ પછી આ પહેલો રક્ષાબંધનનો તહેવાર આવશે, જ્યારે દીદી નહીં હોય.

પીએમ મોદીએ વધુમાં કહ્યું સંગીત માતૃત્વ અને મમતાનો અનુભવ કરાવી શકે છે. સંગીત તમને રાષ્ટ્રભક્તિ અને કર્તવ્યબોધના શિખર પર પહોંચાડી શકે છે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે સંગીતની આ પોષણક્ષમતાને, આ શક્તિને લતા દીદીના રૂપમાં જાેઈ છે. તેમણે કહ્યું કે એવોર્ડ જ્યારે લતા દીદી જેવી મોટી બહેનના નામથી હોય, તો મારા માટે તે તેમના પોતાનાપણું અને પ્રેમનું પ્રતીક છે.

હું આ એવોર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું- લતા દીદી સાથે ઘણી વખત મારી વાત થતી હતી. તેમની એક વાત હું ભૂલી શકીશ નહીં. તેઓ હંમેશા કહેતા હતા કે મનુષ્ય તેમની ઉંમરથી નહીં કામથી મોટા થાય છે. જે દેશ માટે જેટલું વધારે કરે તે એટલો મોટા થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદી ઉંમરથી પણ મોટા હતા અને કર્મથી પણ મોટા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.