Western Times News

Gujarati News

એક મુસ્લિમ વેપારી અમારા ગામમાં અલીગઢથી તાળા વેચવા માટે આવતા હતા: મોદી

૨૦મી સદીની ભૂલો ૨૧મી સદીમાં સુધારી છેઃ મોદી

રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ અને રાજા સુહેલદેવ જેવા નાયકોને ભુલાવી દેવામાં આવ્યા હતા.

નવી દિલ્હી, અલીગઢમાં પીએમ મોદીએ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહના નામથી બનનારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. એ પછી પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦મી સદીમાં થયેલી ભૂલોને ૨૧મી સદીમાં સુધારવામાં આવી રહી છે. રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ અને રાજા સુહેલદેવ જેવા નાયકોને ભુલાવી દેવામાં આવ્યા હતા. PM Narendra Modi lays foundation stone of Raja Mahendra Pratap Singh State University in Aligarh UP.

આજે નવી પેઢીને તેનાથી પરિચિત કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, ૨૦૧૭ પહેલા ગરીબોની દરેક યોજનામાં રોડા નાંખવામાં આવતા હતા. એક એક યોજના લાગુ કરવા માટે ડઝન વખત પત્ર લખવા પડતા હતા. યુપીના લોકોને યાદ હશે કે પહેલા કેવા ગોટાળા થતા હતા. આજે યોગી સરકાર ઈમાનદારીથી વિકાસ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે ,એક સમય એવો હતો જ્યારે ગુંડાઓ, માફિયાઓ શાસન ચલાવતા હતા. આજે ગુંડાઓ અને માફિયાઓ જેલના સળિયા પાછળ છે. પશ્ચિમ યુપીના લોકોને યાદ દેવડાવવા માંગુ છે કે, અહીંના લોકોને ગુંડાઓના ડરથી પોતાની દીકરીઓને સ્કૂલ અને કોલેજ મોકલવામાં પણ ડર લાગતો હતો.

લોકો પલાયન કરી રહ્યા હતા. આજે ગુનેગારો કોઈ પણ અપરાધ કરતા સો વખત વિચારે છે. તેમણે કહ્યુ હતુ કે, ડઝનબંધ ડિફેન્સ કંપનીઓ યુપીમાં ફેક્ટરીઓ લગાવવા માટે તૈયાર છે. યુપીમાં દુનિયાભરના રોકાણકારો રોકાણ કરવા આવી રહ્યા છે. યુપીમાં આ પ્રકારનો માહોલ રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારને આભારી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, એક મુસ્લિમ વેપારી અમારા ગામમાં તાળા વેચવા માટે આવતા હતા અને જે પણ પૈસા તેઓ કમાતા હતા તે મારા પિતાને સાચવવા આપતા હતા. તેઓ જ્યારે યુપી પાછા જતા ત્યારે પૈસા લઈ જતા. યુપીના બે શહેરો અલીગઢ અને સીતાપુર મારા માટે પરિચિત હતા.લોકો પોતાની સુરક્ષા માટે અલીગઢના તાળાના ભરોસે રહેતા હતા.

હવે અલીગઢમાં સ્થાપનારી ડીફેન્સ ઈન્ડસ્ટ્રીમાં બનનારા હથિયારો દેશની સરુક્ષા કરશે. તેમણે કહ્યુ હતુ કે, હું નસીબદાર છું કે મને રાજા મહેન્દ્રપ્રતાપસિંહના નામ પર બનનારી યુનિવર્સિટીનો શિલાયન્સ કરવાનો મોકો મળ્યો છે. અલીગઢ યુનિવર્સિટી માટે પણ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહે જમીન આપી હતી.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશ દેશ અને દુનિયાના દરેક નાના મોટા રોકાણકાર માટે ખુબ આકર્ષક સ્થાન બની રહ્યું છે. આવું ત્યારે બને છે જ્યારે રોકાણ માટે જરૂરી માહોલ બને છે, જરૂરી સુવિધાઓ મળે છે. આજે યુપી ‘ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ’નું એક મોટું ઉદાહરણ બની રહ્યું રહ્યું છે.

સમાજમાં વિકાસની તકોથી જેને દૂર રાખવામાં આવ્યા, તેવા દરેક સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં તક મળી રહી છે. આજે યુપીની ચર્ચા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને મોટા ર્નિણયો માટે થાય છે. જૂની સરકારનો યાદ કરીને પીએમએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે અહીં શાસન-પ્રશાસન, ગુંડા અને માફિયાઓની મનમાનીથી ચાલતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.