Western Times News

Gujarati News

વડોદરા નજીક ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિ.નો વડાપ્રધાન કરશે શિલાન્યાસ

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાં નિર્માણ માટે ભારત સરકારે ૭૪૩ કરોડ મંજૂર કર્યાં

અમદાવાદ, વડોદરા નજીક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત- (Central University of Gujarat) ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે. આ યુનિવર્સિટીના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે શિલાન્યાસ કરવાના છે. PM Narendra Modi to lay foundation of Central University of Gujarat on June 18 2022 : Total area of project in Dabhoi is 41.45 hectares

હાલમાં દેશમાં કુલ પ૪ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય શિક્ષણ પ્રદાન કરી રહ્યા છે. દેશના ૧પ રાજયમાં આ વિશ્વવિદ્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. કુંઢેલા સી.યુ.જી.નું ટ્રાન્ઝિટ હેડ કવાર્ટર પ્રથમ ગાંધીનગર રાખવામાં આવ્યું છે. જે પરિસર નિર્માણ પછી આ સ્થળે ખસેડવામાં આવશે.

દેશનાં તમામ રાજયોના વિદ્યાર્થીઓ હાલની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રમાણ અંદાજે ર૦ ટકા જેટલું હોવાનું અનુમાન છે. તા.૧૮મી જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઈ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વ વિદ્યાલયના સંકુલના નિર્માણ માટે વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે.

આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ, એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખૂલશે.

શિક્ષણ સુવિધાને વ્યાપક બનાવવાના સંકલ્પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમતની ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે. આ માટે ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધા સંપન્ન પરિસરના નિર્માણ માટે રૂ.૭૪૩ કરોડ મંજુર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.