Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ભુજ કચ્છ મુલાકાત દરમ્યાન પાસમાંદા મુસ્લિમ સમુદાયે તેમનું સ્વાગત કર્યું હતું

ભૂજ, ઓપરેશન સિંદૂરની સફળતા પછી, પ્રથમ વખત કચ્છની પવિત્ર ભૂમિ પર આવેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસમંદા મહાઝ (ઓબીસી) સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રશીદ, ગુજરાત પ્રમુખ રિયાઝ શેખ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ફારુક ઉસ્માન સમા અને કચ્છ જિલ્લાના તમામ પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારત સરકારે સમાજ માટે કરેલા વિકાસ પ્રોજેક્ટ્સ, તેમજ અનેક યોજનાઓ જેમ કે આભા હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઈ-શ્રમ કાર્ડ, મમતા કાર્ડ સૌગત એ મોદી કીટ, માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણા પ્રધાનમંત્રીએ હંમેશા કચ્છને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે, અને ફરી એકવાર તેમણે ગુજરાતને વિકાસ માટે ૫૩૦૦૦ કરોડ રૂપિયાની ભેટ આપી છે, જેને કચ્છના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. મુસ્લિમ સમુદાય હંમેશા નરેન્દ્રભાઈ મોદીની સાથે ઉભો છે.

રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસમંદા મહાઝ (ઓબીસી) સંગઠને સબકા સાથ અને સબકા વિકાસના નારા સાથે પ્રધાનમંત્રીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.