“કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી” હીરાબાની છેલ્લી સલાહ પ્રધાનમંત્રીને
PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો.
ગાંધીનગર મુક્તિ ધામ ખાતે અંતિમવિધી પૂર્ણ કરાઈ. pic.twitter.com/MqFvkf40hX
— DD News Gujarati (@DDNewsGujarati) December 30, 2022
અમદાવાદ: PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. સમાચાર મળતાં જ પ્રધાનમંત્રી હવાઈમાર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મુખ્યમંત્રી હાજર હતા અને ત્યાંથી તેઓ રાયસણ પ્રધાનમંત્રીના નાના ભાઈ પંકજભાઈ મોદીના ઘર તરફ રવાના થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીરાબાની અંતિમ યાત્રામાં પાર્થિવ દેહને કાંધ આપીને પુત્રની અંતિમ ફરજ અદા કરી. અને PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. Prime Minister Narendrabhai Modi in Gandhinagar, Gujarat carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100.
Our Bhagwaan #NarendraModi ji had only one place and one person to visit
Where will My God go now?
नरेंद्र मोदी pic.twitter.com/y28uD0ocUP— Mahesh ThuppeKallu (@MaheshThuppeKal) December 30, 2022
આ પહેલા PM મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા. હિરાબાની સ્મશાન યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હતા. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા. ગઈકાલે હિરાબાનું સ્વાસ્થ્ય સુધારા પર હતી તેમ યુ.એન.મહેતા હોસ્પીટલ દ્વારા ગુરૂવારે સાંજે એક લીટીનું હેલ્થ બુલેટીન બહાર પાડવામાં આવ્યું હતું. તબીબી સુત્રોના જણાવ્યા મુજબ હીરાબાને મંગળવારે રાત્રીના હોસ્પીટલમાં લઈ જવાયા તે સમયે તેમના પર પેરેલીસીસનો ગંભીર હુમલો આવ્યો હતો અને તેઓને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી.
તથા ઈન્જેકશન આપ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સુધર્યુ હતું. બીજી તરફ હિરાબાના જયેષ્ઠ પુત્ર પ્રહલાદ મોદી પણ ગઈકાલે અમદાવાદ પહોંચી ગયા હતા. ગુરૂવારે બપોરે હિરાબાએ પ્રવાહી ખોરાક લીધો હતો તથા બેડમાં પણ તેઓ બેઠા થયા હતા.
ગુરૂવારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ફરી હોસ્પીટલ પહોંચ્યા હતા અને હીરાબાનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાથી તેઓ તબીબોને મળીને પરત ગયા હતા તો ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા સીનીયર મંત્રીઓએ પણ હોસ્પીટલની મુલાકાત લીધી હતી તથા તબીબોને મળીને હીરાબાના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી.