ગુજરાતની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન: આવતીકાલે કચ્છ જશે
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનશ્રીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ
ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ,સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રી શનિવારે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી રવિવારે સવારે કચ્છમા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુર્હુત કરવાના છે.
તેઓ આવતીકાલે બપોર બાદ મહાત્મા મંદિરમાં મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશનના કાર્યક્રમમા સહભાગી થશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.