Western Times News

Gujarati News

વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી

(એજન્સી)નવી દિલ્હી, આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયીએ ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લીધી હતી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. PM performing parikrama at the Samadhi of the former Prime Minister of India, Shri Atal Bihari Vajpayee on his death anniversary at Sadaiv Atal, in New Delhi on August 16, 2024.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચ્યા હતા. પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પીએમ મોદી સાથે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ હાજર હતા. રાજનાથ સિંહ અને જેપી નડ્ડાએ પણ અટલ બિહારી વાજપેયીને તેમની સમાધિ પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.

અટલ બિહારી વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. તેઓ પ્રથમ વખત ૧૯૯૬માં ૧૩ દિવસના સમયગાળા માટે વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ તેઓ ૧૯૯૮ થી ૧૯૯૯ સુધી ૧૩ મહિનાના સમયગાળા માટે પીએમ બન્યા. આ પછી, તેમણે ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે વડા પ્રધાન પદ સંભાળ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.