PM મોદીએ સંસદમાં જોઈ ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/sabarmati-1024x717.jpg)
(એજન્સી)નવી દિલ્હી, એક્ટર વિક્રાંત મૈસી આજના દિવસે ખૂબ ચર્ચામાં રહ્યો છે. તેણે પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. ૩૭ વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘‘હવે તેની ઘર વાપસીનો સમય આવી ગયો છે.’’
સાથે જ તેણે લખ્યું કે, ૨૦૨૫માં આવનારી તેની બે ફિલ્મો છેલ્લી હશે. વિક્રાંત મૈસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ તેની નવી ફિલ્મ “દ સાબરમતી રિપોર્ટ” હાલમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે.
૧૫ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો સાથે સાથે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ વાહવાહી મેળવી છે. ૨૧ નવેમ્બરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફીનિક્સ પલાસિયો મોલમાં પોતાની કેબિનેટ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મળીને “દ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોઈ હતી.