ગુજરાતની મુલાકાતે આવેલા PM વડોદરાથી દિલ્હી જવા રવાના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી જવા રવાના થયા ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ વડોદરા એરપોર્ટ ખાતે ભાવપૂર્ણ વિદાય પાઠવી હતી.
ગુજરાતના બે દિવસના પ્રવાસે મળવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા રવાના થયા હતા. વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, વડોદરાના મેયર શ્રીમતી પિન્કીબેન સોની, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય, કલેક્ટર શ્રી અતુલ ગોર અને શહેર પોલીસ કમિશનરશ્રી અનુપસિંહ ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને ભાવસભર વિદાય આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે બુધવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત નવીન વર્ગખંડો, વર્ગખંડોનું અપગ્રેડેશન, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યૂટર લેબ્સ ઉપરાંત જનસુવિધાનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
જનસામાન્ય માટે શિક્ષણ સહિત જનસુખાકારીની વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ સાથે ગામડાંઓને સાચા અર્થમાં ગ્લોબલ વિલેજ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.