વય વંદના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે
PMJAY-MAA યોજના-તા.29/10/2024થી 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી
આયુષ્યમાન એપ અને અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે
અમદાવાદ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ.10(દસ) લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે.
પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.29/10/2024ના રોજ 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરૂ કરેલ છે. આ કેટેગરીનું નામ વય વંદના રાખવામાં આવેલ છે.
વય વંદના કેટેગરી અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. આ માટે આયુષ્યમાન એપ દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.
હાલમાં અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.