Western Times News

Gujarati News

દેશમા એક વર્ષમાં ૧૧ કરોડ ખેડૂતોને PMKisan સન્માન નિધિ અન્વયે વાર્ષિક 6000 પણ ચૂકવ્યા

ખેડબ્રહ્મા ભાજપ કીસાન મોરચા દ્વારા ગોતા કંપા-ગાડુ પંચાયતમાં નમો કીસાન પંચાયત યોજાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમ અંગે લોન્ચ કરાયા બાદ ગુજરાતની આશરે ૧૪૩ વિધાનસભા બેઠક પર આશરે ૧૪,૨૦૦ ગામડામાં નમો કિસાન પંચાયત યોજી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજના અને કાર્યો અંગે ઇ બાઇકની માહિતી આપવાનો કાર્યક્રમ બનાવાયો છે.

ખેડબ્રહ્મા તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા ગોતા કંપા અને ગાડુ પંચાયતોમાં નમો કિસાન પંચાયત યોજાઈ જેમા ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે કૃષિ વિભાગના બજેટમાં છ ઘણો વધારો કર્યો છે ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસો કર્યા છે

છેવાડાના ખેડૂત સુધી સીધી સહાય પહોંચાડાય છે.દેશમા એક વર્ષમાં ૧૧ કરોડ ખેડૂતોને પી એમ કીસાન સન્માન નિધિ અન્વયે વાર્ષિક ૬,૦૦૦ પણ ચૂકવ્યા છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના ચલાવીને એસી કરોડ જનતાને પાંચ કિલો ઘઉં ૫ કિલો ચોખા અને પાંચ કિલો દાળ આપીને ગરીબ જનતાની મજબૂત કરવાનું કામ કર્યું છે.

આ કાર્યક્રમમાં પ્રભારી રવિન્દ્રભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પંચાયત ખેતીવાડી સમિતિ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ શીવાભાઈ પરમાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ વીરજીભાઈ તાલુકા મહામંત્રી બલવંતભાઈ ધરોગી તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.