Western Times News

Gujarati News

PNBના પૂર્વ મેનેજર સહિત ત્રણને પાંચ વર્ષની જેલ

અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના પૂર્વ વરિષ્ઠ મેનેજર તેમજ અન્ય બેને ૨૦૦૪ના લોન કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને તેમના પાંચ વર્ષની સજા ફટકારી હતી.

ત્રણેયના કારણે બેંકને ૪૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે કૌભાંડ થયું ત્યારે સંજીવ ઈનામદાર પીએનબીની આંબાવાડી બ્રાંચનો મેનેજર હતો. તેની સાથે જૈનલ એન્ટરપ્રાઈઝના બે શખ્સ મયંક શાહ અને રિકિન શાહને પણ જેલની સંભળાવવામાં આવી હતી.

ઈનામદારને ૭.૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે મયંક અને રિકિનને ૭-૭ લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. સેન્ટ્‌ર્લ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (એસબીઆઈ) ડિસેમ્બર, ૨૦૦૪માં આરોપી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પીએનબીના પૂર્વ ચીફ મેનેજરે ભૌતિક સંપત્તનું નિરીક્ષણ કર્યા વગર નકલી દસ્તાવેજાેના આધારે અન્ય આરોપીઓ સાથે મળીને શહેર સ્થિત કંપનીના માલિક મયંક શાહને ૪૦ લાખ રૂપિયાની કેશ ક્રેડિટની (હાઇપૉથિકેશન) સુવિધા મંજૂર કરી હતી.

જેના કારણે બેંકને ૪૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ બાદ, ઓક્ટોબર ૨૦૦૬માં સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન, બે આરોપીઓના મોત થયા હતા અને તેમની સામેનો કેસ અબેટ કરાયો હતો.

જ્યારે અન્ય આરોપીઓ સામે કેસ ચાલતા સીબીઆઈના વકીલે તેવી દલીલ કરી હતી કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે. આર્થિક ગુના વધી રહ્યા છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે માટે સખતમાં સખત સજા કરવી જાેઈએ. રજૂઆત બાદ કોર્ટે સંજીવ ઈનામદાર, મયંક શાહ અને રિકિન શાહને ૫ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે બે મહિલા આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી દેવાઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.