PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી એંટીગુઆથી લાપતા

નવીદિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી અને ભાગેડુ ઘોષિત મેહુલ ચોકસી લાપતા થયેલ છે. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે તેનો પરિવાર સતત ચિંતીત છે. તેમજ હાલ એંટીગુઆ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. મંગળવારે એંટીગુઆના સ્થાનિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે મેહુલ ચોકસી લાપતા છે. આપને જણાવી દઈએ કે મેહુલ ચોકસી નીરવ મોદીના મામા છે અને તેણે એંટીગુઆમાં એક નાગરિક તરીકે શરણ માંગી છે.
મેહુલ ચોકસીના વકિલનું કહેવું છે કે તે રાત્રે તેના ઘરેથી એક ફેમસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા અને ત્યારબાદ તે ઘરે પરત ફર્યા નથી. એંટીગુઆ અને બારબુડામાં રહેતા ૬૧ વર્ષીય ભારતીય કારોબારી અને ગીતાંજલિ સમૂહના માલિક મેહુલ ચોકસીને સીબીઆઈ અને ઈડીએ વોંટેડ ઘોષિત કર્યા છે.
તે ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતમાંથી ભાગ્યા હતા . તેના પર પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૭૮ કરોડ સહિત ૭૦૮૦ કરોડ રૂપિયાનું ગબન કર્યાનો આરોપ છે.નોધનીય છે કે આ વર્ષે માર્ચની શરૂઆતમાં, એન્ટિગુઆ અને બાર્બુડાએ ભાગેડુ હીરા વેપારીની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને આ વર્ષે માર્ચમાં દાવો કર્યો હતો કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજ્યા માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકી કાયદોનો સામનો કરવા ‘ભારત પાછા આવી રહ્યા છે’.