Western Times News

Gujarati News

PNB મેટલાઇફ આધુનિક ડિજિટલ સોલ્યુશન્સ સાથે ગ્રાહકો માટે શ્રેષ્ઠ પસંદગી તરીકે ઉભરી આવ્યું

મુંબઇ, પીએનબી મેટલાઇફ ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક છે, જે ભારતની સૌથી જૂની અને અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની એક પીએનબીની વિશ્વસનીયતા તથા 155 વર્ષ જૂની વિશ્વસ્તરીય વીમા કંપની મેટલાઇફ ઇન્કની નાણાકીય મજબૂતાઇને જોડે છે. ભારતમાં બે દાયકાથી વધુના અનુભવ સાથે પીએનબી મેટલાઇફ વિવિધ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ દ્વારા સમગ્ર ભારતમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવતી વિશ્વસનીય બ્રાન્ડ છે.  PNB MetLife Emerges as Preferred Choice for Customers with Advanced Digital Solutions.

પીએનબી મેટલાઇફ વ્યાપક ડિજિટલ એનવાયર્નમેન્ટનો લાભ લઇને સેલ્સથી લઇને ઓન બોર્ડિંગ અને પોસ્ટ-સેલ સર્વિસ સુધીની સંપૂર્ણ ગ્રાહક સફરમાં ક્રાંતિ લાવી રહી છે. તેની સર્કિલ ઓફ લાઇફ ફિલસૂફી મૂજબ તે નિવૃત્તિ, પ્રોટેક્શન, પિતૃત્વ અને લાંબાગાળાની બચતો સહિત જીવનના વિવિધ તબક્કાના ગ્રાહકોની સેવા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

પીએનબી મેટલાઇફ એઆઇ, એમએલ અને ડેટા એનાલિટિક્સની ક્ષમતાઓના ઉપયોગથી તમામ પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં સક્ષમ રહ્યું છે, જેથી હીતધારકો માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરી શકાય. ઘણાં ગ્રાહકો તેમની પોલીસીની મુદ્દતના અંત સુધી પીએનબી મેટલાઇફ સાથે જોડાઇ રહેવાનું પસંદ કરે છે, જે કંપનીમાં તેમનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે.

ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ્સ અને સર્વે પણ સૂચવે છે કે ગ્રાહકો તેમની સંપૂર્ણ લાઇફ સાઇકલ દરમિયાન જોડાઇ રહે છે અને કંપની ઇન્ડસ્ટ્રીમાં સારો સરન્ડર રેટ ધરાવે છે. નાણાકીય વર્ષ 2023 માટે વ્યક્તિગત અને જૂથ ગ્રાહકો માટે અનુક્રમે 99.06% અને 99.70%નો PNB મેટલાઈફનો ઉત્તમ વ્યક્તિગત દાવા પતાવટ ગુણોત્તર તેના ગ્રાહકોને તેમની જરૂરિયાતના સમયે ટેકો આપવા માટે કંપનીનું સમર્પણ દર્શાવે છે.

પીએનબી સર્કલ ઓફિસના સહયોગથી પીએનબી મેટલાઇફે તેના મુખ્ય સિદ્ધાંત અનુરૂપ ગ્રાહકોની ફરિયાદો અને પ્રશ્નોના સક્રિય નિરાકરણ માટે  અમદાવાદ સર્કલમાં “કસ્ટમર સર્વિસ કેમ્પ”નું આયોજન કર્યું હતું.

પીએનબી મેટલાઇફ અને નિલ્સનના સહયોગથી બાળકોના શિક્ષણના આયોજન પાછળ વધી રહેલા ખર્ચ ઉપર તાજેતરમાં કરાયેલા સર્વે મૂજબ માતા-પિતા બાળકોના શિક્ષણ અને બીજી પ્રવૃત્તિઓ માટે વાર્ષિક રૂ. 5.30 લાખનો ખર્ચ કરે છે તેમજ આ ખર્ચની ચૂકવણી માટે તેમની જીવનશૈલી સાથે બાંધછોડ કરવા પણ તૈયાર છે.

‘ફાઇનાન્સિયલ પ્લાનિંગ ઇન ધ એરો ઓફ રાઇઝિંગ એજ્યુકેશન કોસ્ટ’ શિર્ષક હેઠળ એપ્રિલ 2023માં કરાયેલા અભ્યાસમાં બાળકોના શિક્ષણના આયોજન માટે માતા-પિતાની જરૂરિયાત, પ્રભાવ અને અવરોધો વિશે જાણકારી એકત્રિત કરાઇ હતી. આ સર્વે હેઠળ આવરી લેવાયેલા માતા-પિતામાંથી અડધાથી વધુ (55 ટકા)એ કહ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે બચત તેમની ટોચની નાણાકીય પ્રાથમિકતા છે અને તેમાંથી લગભગ 30 ટકાએ હજૂ સુધી આયોજન શરૂ કર્યું નથી.

તાજેતરમાં લોંચ કરાયેલા પીએનબી મેટલાઇફ જિનિયસ પ્લાન કે જે નોન-લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ, સેવિંગ, લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે અને તે પે-આઉટના ટાઇમિંગ, મૃત્યુ ઉપર ઇન-બિલ્ટ પ્રીમિયમ માફી, ફુલ્લી ગેરંટેડ બેનિફિટ, કન્યાઓ માટે ઉચ્ચ લાભો (ધનલક્ષ્મી લાભ) અને લાઇફ કવર પ્રોટેક્શન જેવી વિશેષતાઓ સાથે ઉપરોક્ત ચિંતાઓને ઉકેલ આપતા ડિઝાઇન કરાયો છે.

પીએનબી મેટલાઇફ પિઅર્સ કરતાં સતત ઉત્તમ પ્રદર્શન કરતાં સંપત્તિ સર્જનના ગ્રાહકોના સપનાને સાકાર કરી રહ્યું છે*. તેણે સસ્ટેનેબલ ઇક્વિટી ફંડ પણ લોંચ કર્યું છે. આ નવું સોલ્યુશન કે જે પીએનબી મેટલાઇફ ગોલ એન્સ્યોરિંગ મલ્ટીપ્લાયર પ્લાનનો હિસ્સો છે,

તેણે ગ્રાહકોને પર્યાવરણ, સામાજિક અને અનુશાસન (ઇએસજી) સિદ્ધાંતો ધરાવતી કંપનીઓમાં રોકાણ કરીને મહત્તમ વળતર સાથે સકારાત્મક અસરો પેદા કરવા સક્ષમ કર્યાં છે. વિશ્વભરમાં ઝડપથી વૃદ્ધિ સાધતા રોકાણના ટ્રેન્ડ્સ સાથે સસ્ટેનેબલ ઇન્વેસ્ટિંગ સંપત્તિ સર્જન સાથે સમાજ ઉપર સકારાત્મક અસર પેદા કરવાનો અર્થસભર માર્ગ છે. *સ્રોતઃ મોર્નિંગસ્ટાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.