બેલગાવીમાં બસ કંડક્ટર સામેનો પોક્સો કેસ પાછો ખેંચાયો

નવી દિલ્હી, બેલગાવીમાં આરટીસી બસ કંડક્ટર પર મરાઠીમાં જવાબ ન આપવાના આરોપમાં થયેલા હુમલા બાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ સતત તંગ બની રહી છે.
જો કે, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કારણ કે, કેસમાં સામેલ સગીર છોકરીના પરિવારે પોક્સો કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ બાળકીની માતાએ કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોના લોકોને આ ઘટનાને વધુ પડતી ન ચગાવવાની અપીલ કરી હતી.
આ મામલે બેલગાવી પોલીસ કમિશનર ઇયાડા માર્ટિને જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ અધિકારી બદલાઈ ગયા છે અને કેસ સહાયક પોલીસ કમિશનર (એસીપી)ને સોંપવામાં આવ્યો છે.માતાએ કહ્યું, ‘આ ઘટના ત્યારે બની જ્યારે મારો દીકરો અને દીકરી ટિકિટ લઈને હોસ્પિટલ ગયા હતા. કંડક્ટરે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યાે હતો. અમને કન્નડ ભાષા ખૂબ ગમે છે અને અમે ઘરે મરાઠી બોલીએ છીએ.
અમને ચિંતા અને દુઃખ છે કે આ મુદ્દો બે રાજ્યો વચ્ચે કટોકટીની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો છે અને ભાષાના વિવાદનો મુદ્દો બન્યો છે. જો અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ. હુમલામાં સામેલ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. મામલો અહીં જ સમાપ્ત થવો જોઈએ.
ટિકિટને લઈને થયેલી ઝઘડો હતો. અમે કેસ પાછો ખેંચી રહ્યા છીએ.’પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે, હું સોમવારે બેલગાવી ગયો હતો અને હોસ્પિટલમાં કંડક્ટરને મળ્યો હતો. મેં અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે.
કર્ણાટકથી કોઈ બસ મહારાષ્ટ્ર જઈ રહી નથી અને મહારાષ્ટ્રથી કોઈ બસ કર્ણાટકમાં આવી રહી નથી. ખાનગી બસો ચાલી રહી છે. અમારી પાસે ૫૦૯ શિડ્યુલ હતા અને મહારાષ્ટ્રની બસોમાં ૧૩૦ શિડ્યુલ હતા. તેનાથી જનતા પ્રભાવિત થઈ રહી છે. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમના એક બસ કંડક્ટરને મરાઠી ન બોલવા બદલ કેટલાક લોકોએ માર માર્યાે હોવાનો આરોપ છે.
આ ઘટના કર્ણાટકના બેલગાવી શહેરમાં બની હતી. આ વિસ્તાર મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો છે. આ સમગ્ર ઘટના કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેના આંતરરાજ્ય વિવાદનું સ્વરૂપ લઈ ચૂકી છે. બંને રાજ્યો વચ્ચે બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.SS1MS