માર્કેટમાં વેચાઈ રહી છે કેમિકલવાળી ઝેરી કેરી
અમદાવાદ , હાલમાં માર્કેટમાં કાચી કેરી દેખાઈ શકે છે. આ સિઝનમાં કેરી કાચી જ હોય છે. હજુ કેરી પાકવાની સિઝન નથી આવી. પણ તેમ છતાં પણ બજારમાં પાકેલી કેરી જોવા મળી રહી છે. ઉનાળો શરુ થઈ ચુક્યો છે. ધીમે ધીમે પારો આકાશે આંબી રહ્યો છે.
તડકાથી ચામડી બળી રહી છે. તેની સાથે જ માર્કેટમાં ગરમીની સીઝનના ફળ અને શાકભાજી દેખાવા લાગ્યા છે. વાત જો ગરમીની કરીએ તો, કેરીનો ઉલ્લેખ ન થાય, એવું તો કેમ બને. ફળોના રાજા કેરીની રાહ સૌ કોઈ જોતા હોય છે. જો કે, માર્કેટમાં હવે ઝેરી કેરી પણ વેચાવા લાગી છે. જો તમે પણ કેરી લવર છો, તો આ વીડિયો આપના માટે છે. કેરીની કેટલીય વેરાયટી હાલમાં બજારમાં જોવા મળશે.
કેટલીય જગ્યાએ તેમને પાકેલી કેરી પણ દેખાસે. પણ જો તમે આ કેરીને ચેક કર્યા વિના ખાઈ લેશો તો આપના માટે જીવલેણ સાબિત થશે. જી હાં, માર્કેટમાં વેચાઈ રહેલી મોટા ભાગની કેરી આર્ટિફિશયલ રીતે પકવેલી હોય છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે અને આ કેમિકલ તમારી બોડીમાં જાય તો આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
હાલમાં માર્કેટમાં કાચી કેરી દેખાઈ શકે છે. આ સિઝનમાં કેરી કાચી જ હોય છે. હજુ કેરી પાકવાની સિઝન નથી આવી. પણ તેમ છતાં પણ બજારમાં પાકેલી કેરી જોવા મળી રહી છે. હકીકતમાં જોઈએ તો, આ કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે.
આ કેમિકલ પ્રતિબંધિત છે. ત્યાર બાદ પણ ધડાધડ કેરીઓ પકવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ કેમિકલનું સેવન કરવાથી હેલ્થને ઘણું નુકસાન થાય છે. સોશિયલ મીડિયા પર એક શખ્સે આવી રીતે ઝેરી કેરીને ચેક કરવાની રીત જણાવી છે. શખ્સે જણાવ્યું છે કે, જો તમે આ ઝેરી કેરીને ખાઈ લેશો તો, આપના હેલ્થ પર ખરાબ અસર પડશે.
આ કેરીને તપાસ માટેની એક સરળ રીત છે. જો તમે આ કેરીને પાણીમાં ડુબાડશો તો તે પાણીમાં ડૂબી ગઈ, એટલે કે કેરી પ્રાકૃતિક રીતે પાકેલી છે. જ્યારે પાણીની ઉપર તરે તો સમજી જજો કે આ કેરી કેમિકલથી પકવેલી છે. તેથી તેનું સેવન ન કરવું જોઈએ.SS1MS