POKનાં વિલિનિકરણનો હાલ કોઇ પ્રસ્તાવ નથી: પાક
ઇસ્લામાબાદ, પાક અધિકૃત કાશ્મિર(POK)ને લઇને પાકિસ્તાને હવે સ્પષ્ટ કર્યું છે કે તેની પાસે આ વિસ્તારને દેશમાં વિલય કરવાનો કોઇ પ્રસ્તાવ નથી, છેલ્લા 6 સપ્તાહથી સતત POKને પાકમાં વિલય સંબંધિત સમાચારો વચ્ચે પાકિસ્તાન સરકારનો આ દાવો અત્યંત મહત્વનો છે. પાકે એ તમામ રિપોર્ટોને ફગાવી દીધી છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇમરાન સરકાર પીઓકેનું વિલિનીકરણ કરવા માંગે છે.
પાકિસ્તાની અખબારોમાં છપાયેલા સમાચારો મુજબ પીઓકેનું પાકિસ્તાનમાં વિલયની શરૂઆત ફારૂખ હૈદરે તે નિવેદનોથી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને એ જણાવવામાં આવ્યું છે કે તે પીઓકેનાં છેલ્લા વડાપ્રધાન હશે. આ નિવેદન બાદ મિડિયામાં પીઓકેનાં વિલિનિકરણના સમાચારને વેગ મળ્યો હતો, પાક સરકારની એક નૌકરશાહી સેવાનાં સમુહનું નામ બદલ્યા બાદ આ ખબરને બળ મળ્યું હતું.
આ અફવા દરમિયાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા આયેશા ફારૂખે કહ્યું કે આવા કોઇ પણ પ્રસ્તાવ પર કોઇ વિચાર કરવામાં આવી રહ્યો નથી. એટલું જ તેણે ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં દરજ્જાને પણ બદલવા માટે નવો રેગ્યુલેશન લાવવાનાં વિચારને પણ ફગાવી દિધો, તેમણે પીઓકેનાં વિલયની અટકળો ને વેગ આપતા સમાચારો અંગે ટીપ્પણી કરવોનો ઇન્કાર કર્યો હતો.